ગાંધીનગર,
ગુજરાત સરકાર પોતાની હસ્તકની પુરાતત્વ ૩૬૨ સાઈટ હેરિટેજ મત્રોને સોંપીને જવાબદારી બીજાના શિરે ઢોળવા જઈ રહી છે. સતત લાંબા સમયથી ખાલી જગ્યાઓના કારણે પુરાતત્વીય સાઈટ તેનો ચાર્મ ગુમાવી રહી છે. ૨૦૧૫થી ડિરેકટરની નિમણૂક નથી તો ૭૦ ટકાથી વધારે ટેકનીકલ જગ્યાઓ ખાલી છે. ૩૬૨ સાઈટમાંથી માત્ર ૧૦ ટકા સાઈટના રક્ષણ માટે ગાર્ડઝ ઉપલબ્ધ છે. ભારત સરકાર દ્રારા સ્મારક મિત્ર યોજના અમલી બનાવી છે. જેને તમામ ભાજપ શાસિત રાયો અમલી બનાવવા જઈ રહી છે. સીએસઆર અંતર્ગત ખાનગી કંપની તેની જાળવણી અને દેખરેખ કરશે. ભારત સરકારે પ્રથમ તબક્કે ૯૩ જેટલા સ્મારકોને આ યોજના હેઠળ આવરી લીધા છે.
યુવા સેવા સાંસ્કૃતિક સચિવ વી.પી.પટેલ અનુસાર રાય સરકાર હેરિટેજ સાઈટ એડપ્શન તરફ આગળ વધી રહ્યાના સંકેત આપ્યા છે. હેરિટેજ સાઈટની દેખરેખ જાળવણી કો.ઓ.સોસાયટી, જાહેર કંપની સીએસઆર અંતર્ગત માટે આમંત્રિત કરવાની તૈયારી શરૂ થઈ ચૂકી છે.
ઈન્ક્રેડિબલ ઈન્ડીયાની વેબસાઈટ પર આ તમામની યાદી મુકવામાં આવી છે. આ યાદીમાં ગુજરાતની ૩૬૨ સાઈટ પૈકીની કેટલીક સાઈટને અગ્રતા આપવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્ર–કચ્છ અને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતની ઐતિહાસિક ધરોહરનો સમાવેશ થાય છે. આ માટે ટૂંક સમયમાં રાય સરકાર કામગીરી હાથ પર લેશે.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





