ન્યુ દિલ્હી,તા.૫
રશિયન ઓઊઈલ કંપની રોસનેફ્ટ ભારતમાં ઉર્જા ક્ષેત્રે સૌથી મોટી વિદેશી રોકાણકાર કંપની છે. રશિયના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન હાલ ભારતની બે દિવસની મુલાકાતે છે ત્યારે આ રશિયન કંપનીએ ભારતીય ટેક્સ વ્યવસ્થાની ટિકા કરી હતી અને જણાવ્યું કે રશિયન કંપનીના વિસ્તરણ આડે આ ટેક્સ પ્રણાલી મુખ્ય અવરોધ સમાન છે.
રોસનેફ્ટ અને તેના ભાગીદારે ગત વર્ષે ઓગસ્ટમાં ૧૨.૯ અબજ ડોલરના ખર્ચે એસ્સાર ઓઈલને હસ્તગત કરી હતી. જા કે આ સોદા બાદ તે વિશ્વમાં ઝડપથી ઉભરતી રહેલા ઉર્જા બજારમાં પ્રવેશી હતી. આ સોદા બાદ કોર્પોરેટ ટેક્સ તેમજ ડિવિડન્ડ ચૂકવવા ઉપરાંત કંપનીને ૨૦ ટકા જેટલો વિથહોલ્ડિંગ ટેક્સ ભરવો પડે છે જે તેના ગ્રોથ આડે મોટું અડચણ છે તેમ રોસનેફ્ટના ઈકોનોમિક્સ અને ફાયનાન્સના પ્રથમ વાઈસ પ્રેસિડેન્ટ પાવેલ ફેડોરોવે જણાવ્યું હતું.
ફેડોરોવના જણાવ્યા મુજબ ભારતીય બજારમાં ઘણી ક્ષમતા રહેલી છે અને તેટલા માટે જ અમે ભારતમાં રોકાણમાં કરવાનું પસંદ કરીએ છે. પરંતુ ભારતે તેની કર વ્યવસ્થાને આંતરાષ્ટ્રીય સ્તરની સમકક્ષ બનાવવી પડશે અને વિદેશી રોકાણકારોના માથે બેવડો કર ના થોપવો જાઈએ. તેમના જણાવ્યા મુજબ ‘જ્યારે કોઈ ભારતીય કંપની રશિયામાં રોકાણ કરે છે તો તેને પણ ટેક્સ અને ડિવિડન્ડ ચૂકવવું પડે છે જ્યારે ભારતમાં કોઈ રશિયાની કંપની રોકાણ કરે છે તો તેણે ટેક્સ અને ડિવિડન્ડ ઉપરાંત ૨૦ ટકા વિથહોલ્ડિંગ ટેક્સ પણ ચૂકવવો પડે છે જે વૈશ્વિક નીતિની સમકક્ષ નથી.’
આ મામલે ઉકેલ લાવવા આંતરિક-સરકારી વાટાઘાટ કરવામાં આવશે તેમ રોસનેફ્ટે જણાવ્યું હતું. દેશમાં નાયરા એનર્જી (અગાઉ એસ્સાર ઓઈલ)માં રોકાણ કરવા ઈચ્છીએ છીએ. દેશમાં ફ્યુઅલ નેટવર્કનું વિસ્તરણ કરવા માંગીએ છીએ. હાલમાં અમારી પાસે ૪,૦૦૦ પેટ્રોલ પંપનું નેટવર્ક છે. જા કે વધુ રોકાણ અગાઉ ટેક્સ અંગે સ્પષ્ટતા થવી જરૂરી છે તેમ ફેડોરોવે જણાવ્યું હતું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



