નર્મદા કેનાલનું કામ પૂર્ણ કરવાના હેતુસર ૭મી ઓક્ટોબર સુધી પાણી પુરવઠો બંધ

0
12

ગાંધીનગર,તા.૫
બનાસ નદીમાંથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલ સાયફનનું કામ પૂર્ણ કરવાના હેતુથી ગઈ કાલથી ૭મી ઓક્ટોબર એમ ત્રણ દિવસ સુધી પાણી પુરવઠો બંધ રહેશે. જાકે પીવાના પાણીનો પુરવઠો જરુરિયાત મુજબ મુખ્ય નહેરમાંથી આપવામાં આવશે તેમ મુખ્ય ઇજનેર-મુખ્ય નહેરની યાદી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. ૮ ઓક્ટોબરથી નહેરમાં પાણી પુરવઠો રાબેતા મુજબ પુનઃશરુ કરાશે.
આ સમયગાળા દરમિયાન પાણીનો પૂરવઠો બંધ રહેવાથી બનાસકાંઠા, પાટણ અને કચ્છ જિલ્લાને સિંચાઇનું પાણી પુરું પાડતી રાધનપુર, કચ્છ, વેજપુર, મડકા, માલસણ, ઢીમા, ગડસીસર શાખા નહેરો અને ઉચ્ચપા, ઇઢાતા ડીસ્ટ્રીબ્યુટરીઓ તથા શાખા નહેરો માંથી નીકળતી વિશાખા નહેરોમાં પાણી પૂરવઠો ૩ દિવસ માટે બંધ રહેશે.
વર્ષ ૨૦૧૭માં ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અતિવૃષ્ટિના કારણે બનાસ નદીમાં વિનાશક પુરની પરિસ્થિતિનું નિર્માણ થતાં બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતી નર્મદા મુખ્ય નહેરના નુકસાનના રીપેરીંગ અને નવીન મોટું કેનાલ સાયફનનું બાંધકામ પૂર્ણ કરવાના હેતુથી ૫થી૭ ઓક્ટોબર-૨૦૧૮ સુધી પાણી પુરવઠો બંધ રહેશે, ૮ ઓક્ટોબરથી નહેરમાં પાણી પુનઃ શરૂ કરાશે. આ નહેરનું કામ પૂર્ણ થયાં બાદ હાલની વહન ક્ષમતા કરતા બમણી વહન ક્ષમતાથી પાણી આપી શકાશે.
બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતી નર્મદા મુખ્ય નહેરની સાંકળ ૩૬૭.૧૩૨ કી.મી. પર ખારીયા ગામ પાસે બાંધવામાં આવનાર કેનાલ સાયફનનું કામ પ્રગતિ હેઠળ છે. આ સ્ટ્રકચરની લંબાઇ ૨૮૫ મીટર છે. હાલની Âસ્થતિએ આ સ્ટ્રક્ચરનું કામ ૭૫ ટકા પૂર્ણ થયું છે. કેનાલ સાયફન સ્ટ્રકચરની આગળ તેમજ પાછળના ભાગને નહેરથી જાડવાના કામ માટે નહેરમાં આડબંધના બાંધકામની કામગીરી ત્રણ દિવસમાં કરવામાં કરવામાં આવશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY