આમલેથા નજીકના કાંદરોજ ગામના શેરડીના ખેતરમા હત્યા કરી પુરાવાનો નાશ કરી હત્યારો ફરાર થતા પોલીસે ઝડપી લીધો.
રાજપીપલા:
નાંદોદ તાલુકાના આમલેથા ગામમાં રહેતા ફરિયાદી રમેશ બકોર તડવીએ આપેલી ફરિયાદ મુજબ તેના પુત્ર અજય અને આરોપી ગોપાલ ભીખા તડવી ની પત્ની વચ્ચે પ્રેમ સંબંધ હતો એ બાબતે અગાઉ ગોપાલ અને અજય વચ્ચે બોલા બોલાચાલી થયેલી ત્યારે ગોપાલે અજયને એમ કહ્યું હતું કે તું મારા લાગમાં આવીશ તો તને જાનથી મારી નાંખીશ ત્યારે એ અદાવત રાખી ગત તારીખ 10 એપ્રિલ થી 17 એપ્રિલ દરમિયાન કોઈ હથિયાર વડે ગોપાલે અજયને માથામાં મારી ઈજાઓ કરી જાનથી મારી નાખી પુરાવાનો નાશ કરી ફરાર થઈ ગયો હતો જોકે ફરિયાદ બાદ આમલેથા પોલીસે હત્યારા આરોપી ગોપાલને ઝડપી લીધો હોય હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ આમલેથા પી એસ આઈ જે આર ગામીત કરી રહ્યા છે .
ચીફરિપોર્ટર,નર્મદા,ભરત શાહ.મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





