બેંગલોર,
ઇન્ડીયન પ્રિમિયર લીગ-૧૧માં આવતીકાલે સનરાઇઝ હૈદરાબાદ અને રોયલ્સ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે રોમાંચક મેચ રમાનાર છે. બેંગલોર માટે સ્પર્ધામાં ટકી રહેવા માટે હવે તમામ મેચો સેમીફાઇનલ સમાન રહેનાર છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં આ ટીમનો દેખાવ અપેક્ષા કરતા ખુબ નબળો રહ્યો છે. પોઇન્ટ ટેબલમાં વિરાટની ટીમ હજુ પણ ખુબ પાછળ છે. તેના ૧૨ મેચોમાં પાંચ જીત સાથે ૧૦ પોઇન્ટ છે. નેટ રન રેટમાં આ ટીમ ખુબ પાછળ છે. સનરાઇઝ તેની સ્થિતી વધારે મજબુત કરવા પ્રયાસ કરશે. તેના હાલમાં ૧૮ પોઇન્ટ છે. ઇન્ડીયન્સ પ્રિમિયર લીગમાં હજુ સુધી રમાયેલી તમામ મેચો ખુબ રોમાંચક રહી છે. આવી સ્થિતીમાં કરોડો ચાહકો આઇપીએલ સાથે વધુને વધુ સંખ્યામાં જાડાયા છે. આવતીકાલની મેચ પણ હાઇ સ્કોરિંગ બની શકે છે. આ મેચનું પ્રસારણ રાત્રે આઠ વાગ્યાથી કરવામાં આવશે.આઇપીએલ-૧૧ની મેચો દસ શહેરોમાં રમાઇ રહી છે. આગામી સપ્તાહો સુધી હવે જારદાર રોમાંચ રહેનાર છે. આઇપીએલ-૧૧માં પણ ટ્વેન્ટી વર્લ્ડ કપની જેમ જ ચોગ્ગા અને છગ્ગાની રમઝટ જાવા મળી રહી છે. કુલ ૬૦ ટ્વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાશે. ઇÂન્ડયન પ્રિમિયર લીગની અન્ય વિશેષતા એ છે કે, આઈપીએલ-૧૧માં ગુજરાતના અનેક ખેલાડી પણ રમી રહ્યા છે. આ તમામ ખેલાડીઓને પસંદગીકારોનુ ધ્યાન દોરવાની તક રહેલી છે. ગુજરાતના જે ખેલાડી રમી રહ્યા છે તેમાં યુસુફ, પાર્થિવ પટેલ સિવાય જયદેવ ઉનડકટ, અક્ષર પટેલનો સમાવેશ થાય છે. તમામ ૧૦ સ્ટેડિયમ ખાતે પુરતી તૈયારી સાથે મેચો રમાઇ રહી છે. સ્ટાર સ્પોટ્ર્સ ઇન્ડીયાએ આગામી પાંચ વર્ષ માટે બીસીસીઆઈના મિડિયા અધિકાર ખરીદી લીધા હતા. ઇ હરાજી મારફતે સ્ટારે રેકોર્ડ ૬૧૩૮.૧ કરોડ રૂપિયાની મોટી બોલી લગાવીને બોર્ડના મિડિયા અધિકારો ઉપર કબજા જમાવી લીધો હતો. આ રેસમાં સ્ટાર ઉપરાંત સોની અને રિલાયન્સ ગ્રુપની કંપની જીઓ પણ સામેલ હતી. હવે ભારતની આગામી પાંચ વર્ષમાં થનારી સ્થાનિક દ્વિપક્ષીય શ્રેણીનું પ્રસારણ સ્ટાર સ્પોટ્ર્સ દ્વારા કરવામાં આવશે. ૨૦૧૮થી ૨૦૨૩ના ગાળામાં રમાનારી મેચોનું પ્રસારણ સ્ટાર સ્પોટ્ર્સ ઇન્ડીયા દ્વારા કરવામાં આવશે. આ પહેલા વર્ષ ૨૦૧૨માં સ્ટાર ટીવીએ બીસીસીઆઈ પાસેથી આ અધિકાર ૩૮૫૧ કરોડ રૂપિયામાં બોલી લગાવીને ખરીદી લીધા હતા. આ પાંચ વર્ષમાં ભારતીય ટીમ વનડે, ટેસ્ટ અને ટ્વેન્ટી મેચ ગણીને ૧૦૨ મેચો રમશે. આવતીકાલની મેચમાં સનરાઇઝ હોટફેવરીટ તરીકે છે. બંને ટીમો નીચે મુજબ છે.
રોયલ્સ ચેલેન્જર્સ બેંગ્લોર: વિરાટ કોહલી (કેપ્ટન), અલી, એન્ડરસન, એમ અશ્વિન, વાયએસ ચહેલ, એ ચૌધરી, ગ્રાન્ડહોમ, ડીકોક, દેશપાંડે, ડિવિલિયર્સ, જાશી, ખાન, ખેરજાલિયા, મેક્કુલમ, મનદીપ, સિરાજ, નેગી, પાર્થિવ પટેલ, સૈની, સાઉથી, વ્હોરા, વોશિંગ્ટન સુંદર, વોક્સ, ઉમેશ યાદવ.
સનરાઈઝ હૈદરાબાદ: કેન વિલિયસન (કેપ્ટન), અગ્રવાલ, કેકે અહેમદ, બાસીલ થમ્પી, આરકે ભીલ, વિપુલ શર્મા, બ્રેથવેઇટ, શિખર ધવન, ગોસ્વામી, હેલ્સ, હસન, હુડા, જાર્ડન, પૌલ, ભુવનેશ્વર, નાબી, નટરાજન, એમકે પાંડે, યુસુફ પઠાણ, રશીદ ખાન, સચિન બેદી, સહા, સંદીપ શર્મા, શાકીબ અલ હસન, સ્ટેઇનલેક,
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"