ન્યુ દિલ્હી,તા.૨૮
૨૦૧૯ની લોકસભાની ચૂંટણી આવતા ભારતીય જનતા પાર્ટી અને તેની સાથે જાડાયેલી સંઘ પરિવારની સંસ્થાઓએ રામ મંદિરનાં માધ્યમથી સુપ્રિમ કોર્ટ તરફ નિશાન તાંકિયું છે. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS)નાં નેતા ઇન્દ્રેસ કુમારે સુપ્રિમ કોર્ટ સીધો હુમલો કરતા કહ્યું કે, સરકાર રામ મંદિર બનાવવા માટૈ તૈયાર છે અને આ માટે અયોધ્યા મામલે સુપ્રિમ કોર્ટમાં જે સુનાવણી ચાલી રહી છે તેમાં બે-ત્રણ જજાને આ મામલે ન્યાય ન આપવો હોય તો તેઓ નોકરી છોડી દેવી જાઇએ. પણ તેઓ રામ મંદિરને બનતા રોકી શકશે નહીં.
ઇન્દ્રેસ કુમારે દાવો કર્યો કે, નરેન્દ્ર મોદી સરકાર અયોધ્યામાં રામ મંદિર મામલે કાયદો બનાવવાનું આયોજન કરી રહી છે પણ વિવિધ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીનાં કારણે આચારસંહિતા લાગેલી છે એટલા માટે સરકાર ચૂપ બેઠેલી છે. જા અયોધ્યામાં રામ મંદિર બનશે તો કંઇ દેશ સળગી નથી જવાનો. ટ્રીપલ તલાકનાં મુદ્દે અમે એ જાયુ છે.
સંઘ પરિવારનાં સિનીયર નેતા અને રાષ્ટ્રીય કારોબારીનાં સભ્ય એવા ઇન્દ્રેસ કુમારે સુપ્રિમ કોર્ટનાં મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇની અધ્યક્ષતાવાળી ખંડપીઠ પર પ્રહાર કરતા કહેયું કે, મેં કોઇ ન્યાયાધીશોનાં નામ લીધા નથી પણ આ દેશનાં ૧૨૫ કરોડ લોકો એ નામો જાણે છે. ત્રણ ન્યાયધીશોની ખંડપીઠે અયોધ્યા મુદ્દાને લાંબો ચલાવ્યો છે અને તેને સન્માન આપ્યુ નથી.
સંઘનાં નેતાએ વધુમાં દાવો કર્યો કે, દેશમાં આ બે-ત્રણ ન્યાયાધીશો સામે ગુસ્સો વધી રહ્યો છે અને આ ન્યાયાધીશોએ વિચારવું જાઇએ કે તેમણે ન્યાયાધીશ તરીકે રહેવું છે કે નહીં ? અને જા તેઓ ન્યાય આપવા માટે તૈયાર ન હોય તો તેમણે રાજીનામાં આપી દેવા જાઇએ”.
થોડા દિવસો પહેલા રામજન્મભૂમિ-બાબરી મસ્જીદ વિવાદ સુપ્રિમ કોર્ટમાં સુનાવણી માટે આવ્યો હતો પણ સુપ્રિમ કોર્ટની ખંડપીઠે આ કેસની આગામી સુનાવણી જાન્યુઆરી મહિનામાં રાખી હતી. સુપ્રિમ કોર્ટનાં આ આદેશ સામે ભાજપ અને સમગ્ર સંઘ પરિવાર મેદાને આવી ગયો છે અને અપ્રત્યક્ષ રીતે સુપ્રિમ કોર્ટ સામે નિશાન તાંકી રહ્યા છે અને હવે તો ન્યાયાધીશો પર આરોપ કરવાની શરૂઆત થઇ ગઇ છે.
ઇન્દ્રેસ કુમારે વધુમાં જણાવ્યું કે, અયોધ્યામાં જે રામ મંદિર બનશે એ વિશેષ હોવુ જાઇએ. જેમ કે, ખ્રિસ્તીઓ માટે વેટિકન છે, મુસ્લિમો માટે કાબા છે અને શીખો મટે ગોલ્ડન ટેમ્પલ છે. આવી જ રીતે, રામનું જન્મસ્થાન એક જ જગ્યાએ છે
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"







