નેશનલ સ્ટોક એક્સચેન્જ નવા લોગો સાથે મોટા પાયે રીબ્રાન્ડિંગ કરશે

0
23

મુંબઈ,તા.૬
લગભગ બે દાયકા બાદ ભારતના સૌથી મોટા ઇક્વિટી બજાર નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ)નું રીબ્રાÂન્ડંગ કરવા માટેની કવાયત હાથ ધરાશે એવું બજારનાં સૂત્રોએ જણાવ્યું છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ ૮ ઓગસ્ટે તેની રજતજયંતી પર નવો લોગો પણ જાહેર કરશે.
આ માટે એનએસઇની રજતજયંતીના ઉપક્રમે ૮ ઓગસ્ટે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું છે, જેમાં રાષ્ટÙપતિ રામનાથ કોવિંદ પણ ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે એનએસઇ કોફી ટેબલબુક લોન્ચ કરશે, જેમાં તેની સ્થાપનાથી લઇ અત્યાર સુધીનો ઇતિહાસ હશે તેમજ ઇક્વિટી ડેરીવેટિવ્ઝ માટે વિશ્વના આ સૌથી મોટા ટ્રેડિંગ સેન્ટર દ્વારા હાંસલ કરાયેલી વિવિધ સિદ્ધિઓનો પણ ઉલ્લેખ હશે.
એનએસઇના હરીફ બીએસઇએ પણ તાજેતરમાં તેના એમડી અને સીઇઓ આશિષ ચૌહાણ તેમજ સહલેખક અર્ચના જૈન દ્વારા લિખિત કોફી ટેબલબુકનું વિમોચન કર્યું હતું. એનએસઇના અંગે પૂછતાં તેના સત્તાવાળાઓએ આ અંગે વધુ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે.  માટે એનએસઇ કેટલાં નાણાં ખર્ચશે તે પણ હજુ સ્પષ્ટ થયું નથી.
એનએસઇના એમડી અને સીઇઓ વિક્રમ લિમયેએ આ હોદ્દા પર તાજેતરમાં એક વર્ષ પૂરું કર્યું છે અને હવે તેઓ સમગ્ર નેશનલ સ્ટોક એક્સચેન્જની કાયાપલટ કરવાની કવાયત હાથ ધરવા માગે છે. એનએસઇ જ્યારે એમસીએક્સ જેવા કોમોડિટી એક્સચેન્જ સાથે મર્જર ડીલ કરવાના આરે છે ત્યારે જ એનએસઇની કાયાપલટ કરવા માટે રીબ્રાÂન્ડંગ કરવાની કવાયત હાથ ધરવામાં આવશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY