પ્રેમ લગ્ન કરનાર મહિલાને પતિ દ્રારા તદ્ છોડી દેવાતા આત્મહત્યા કરવા જઈ રહેલ મહિલાને સમજાવી તેનો જીવ ભરૂચ અભયમ મહિલા હેલ્પલાઈન ૧૮૧ ટીમે બચાવી વધુ એક વખત લોકોની પ્રશંસાને પાત્ર બની છે.


બનાવ ની વિસ્તૃત માહિતી મુજબ ભરૂચ શહેરના એક વિસ્તારમાં રહેનાર મહિલા શહેનાઝબાનું ( નામ બદલેલ છે) ના પ્રેમલગ્ન ચાર વર્ષ પહેલાં હુસૈન નામના યુવાન સાથે થયા હતાં હુસૈન વ્યવસાયે છૂટક કામકાજ કરીને પોતાનો જીવન નિર્વાહ ચલાવતો હતો.પ્રેમ લગ્નના બાદ શહેનાઝબાનું અને હુસૈનનું લગ્ન જીવન શાંતિ અને સુખી રીતે ચાલતું હતું.
પરંતુ બંનેવ ના લગ્ન જીવનમાં તકરાર ત્યારે શરૂ થઈ જયારે હુસૈનના જીવનમાં અન્ય એક યુવતી આવતાં હુશૈન બીજી અન્ય યુવતીના પ્રેમમાં પણ પાગલ બની જતાં હુસૈન અને શહેનાઝબાનું વચ્ચે અવાર નવાર ઝઘડા અને તકરાર ચાલુ થઈ ગઈ હતી.અને થોડાં દિવસ અગાઉ હુસૈન અને શહેનાઝબાનું વચ્ચે વધારે પડતો ઝઘડો થતાં હુસૈને શહેનાઝબાનુંને તલ્લાક કહી દેતાં અને કહ્યું કે જા મેં તને તલ્લાક આપી છે પણ શહેનાઝબાનુંને કહ્યું કે આ રીતે તલ્લાક ના આપી શકાય કાયદો આ રીતે તલ્લાક માન્ય રાખતો નથી પરંતુ તે છતાંએ હુસૈને તેને ઘરમાંથી જબરજસ્તી બહાર કાઢી મુકતા આખરે
શહેનાઝબાનું તેની વિધવા માતાના ઘરે રહેવા જતી રહી હતી.
જયારે માતા ઘરે થોડાં દિવસ રહ્યા બાદ માતા દ્રારા તને કહેવામાં આવ્યું કે તારા હુસૈન જોડે છુટા છેડા થઈ ગયા છે એટલે હવે તું બીજું સારૂં પાત્ર શોધીને લગ્ન કરીલે પરંતુ શહેનાઝબાનુંને તો હુસૈન જોડેજ રહેવા જવું હોઈ તેની માતાએ પણ તેને રાખવાની ના પાળી દેતાં શહેનાઝબાનુંએ ભરૂચ માંજ રહેતી તેની બીજી બહેનના ઘરે જતી રહી હતી.ત્યાર બાદ પણ તેણીએ વારંવાર પોતાના પતિ હુસૈનનો સંપર્ક કરતા હુસૈને તેને જણાવ્યું હતું કે તેણે બીજા લગ્ન કરી લીધાં છે હવે મારે તારું કોઈ કામ નથી તારે જે કરવું હોઈ તે કરીલે જેથી જીવન થી કંટાળી જઈને શહેનાઝબાનુંએ આત્મા હત્યા કરવા જવાનું નક્કી કર્યું હતું.
શહેનાઝબાનુંએ આત્મા હત્યા કરવા જતાં પહેલાં અભયમ મહિલા હેલ્પલાઈન ૧૮૧ પર ફોન કરી જણાવ્યુ હતુ કે હું આપઘાત કરવા જઈ રહી છું અને તેની સંપૂર્ણ જવાબદારી મારા પતિ હુસૈન અને મારી માંની રહેશે જેથી કોલ મળતાની સાથે ભરૂચ મહિલા હેલ્પલાઈનની રેસ્ક્યુવાન સાથે તેણીના ઘરે પહોંચી આપઘાત કરી રહેલ શહેનાઝબાનું ને બચાવી લીધી હતી.રેસ્કયુવાન જયારે તેણીના ઘરે પહોંચી ત્યારે શહેનાઝબાનું પંખા પર પોતાનો દુપટ્ટો બાંધી લટકવાની કોશિશ કરી રહી હતી જેથી તેના રૂમમાં પ્રવેશ કરી અભયમ મહિલા હેલ્પલાઈનની ટીમ દ્રારા તેને શાંતિ પૂર્વક સમજાવી અને તેને ન્યાય અપાવાની વાત કરી તેને આત્મહત્યા કરતી અટકાવી હતી.
જેથી વધુ એક વખત ભરૂચની અભયમ મહિલા હેલ્પલાઈનની ટીમ લોકોના પ્રશંસાને પાત્ર બની છે.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





