ભરૂચના ટંકારીયા ગામમાં કુખ્યાત બિલાલના જુગારના ધામ પર દરોડો પાડવા ગયેલી ભરૂચની પોલીસ ટુકડી પર હુમલો કરવાના ગુનામાં વધુ એક આરોપીને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગત દિવસોમાં ટંકારીયા ગામમાં બિલાલના જુગારના ધામ પર ભરૂચ એલસીબીની ટીમે દરોડો પાડયો હતો.જેમાં જુગારીયાઓને બચાવવા ગામલોકોએ પોલીસ ટુકડીને ઘેરી લીધી હતી અને હુમલો કર્યો હતો.જેમાં પોલીસે સ્વબચાવ માટે ફાયરિંગ કરવાની પણ ફરજ પડી હતી.
આ ઘટનામાં પાલેજ પોલીસ સ્ટેશનમાં ટોળા સામે હત્યાની કોશિશનો ગુનો નોંધાયો હતો.
આ ગુનામાં નાસતા ફરતાં એક આરોપીને પોલીસે ઝડપી પાડયો છે. ભરૂચની બહારની ઊંડાઈ સ્વામિનારાયણ મંદિર પાસે મોટર સાઇકલ પર ફાટા તળાવ થી સ્ટેશન તરફ જતા ઈસમ શંકાને આધારે અટકાવ્યો હતો. તેણે ઇસ્માઇલ ઉર્ફે અન્નો અબ્દુલ રહેમાન શેખ જણાવ્યું હતું. તેની પાલેજ પોલીસ મથકે હત્યાની કોશિષ સહીતના ગુનામાં સંડોવણી બહાર આવી હતી. આરોપીને નબીપુર પોલીસને સોંપવાની કવાયત હાથ ધરવામાં આવી છે.
રિપોર્ટર:-અંકિતા પાટણવાડિયા
મો:-9904733000
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




