વાગરા તાલુકાના સાયખા ગામે માર્ગની કામગીરી દરમિયાન માટી ધસી પડતા ત્રણ કામદારો દબાતા દોડધામ મચી જવા પામી હતી,
આર એન્ડ બી વિભાગ દ્વારા ચાલી રહેલ માર્ગ નવનીકરણ ની કામગીરી દરમિયાન અચાનક સાયખા ગામે રવિવારના બપોરે ભેખડ ધસી પડી હતી. જેમાં કામગીરી કરતા કેટલાક કામદારો માટી નીચે દબાઈ ગયા હતા, ઘટનાના પગલે એક તબક્કે નાસભાગ મચી ગઈ હતી.પરંતુ સ્થાનિક રહીશો અને અન્ય શ્રમજીવીઓએ તાત્કાલિક સુરક્ષિત બહાર કાઢીને તમામ કામદારો ને સુરક્ષિત નજીક ના દવાખાને ખસેડ્યા હતા.

ત્રણ જેટલા કામદારો જેમાં રેખાબેન, સુરેખાબેન અને અનિતાબેન ને તાત્કાલિક ૧૦૮ સેવાની મદદથી સારવાર અર્થે ખસેડ્યા હતા.

સમગ્ર ઘટના માટી ધસી પડવાને કારણે બની હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. બનાવ ને પગલે સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.માટી માં દબાઈ ગયેલી મહિલાઓની ચિચિયારીઓ થી એક સમય સૌ કોઈ સ્થબદ થઇ ગયા હતા.
રિપોર્ટર:-અંકિતા પાટણવાડિયા
મો:-9904733000
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





