સાયલા તાલુકા ના ધાંધલપુર ગામે થી જુગાર રમતા શકુની પકડી પાડતી સાયલા પોલીસ

0
13

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દિપક કુમાર મેઘાણી દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂ જુગારની બદી સદંતર નાબૂદ કરવા માટે જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચનાઓ કરવામાં આવેલ…..

જિલ્લા પોલીસ વડા દિપક કુમાર મેઘાણીની સૂચના આધારે લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સાયલા પોલીસ સ્ટેશનના પોલિસ સબ ઈન્સ.એ.એ.જાડેજાને બાતમી મળેલ કે, સાયલા તાલુકાના ધાધલપુર ગામની હનુમાન વાડી  નામે  ઓળખાતી સીમમા ઓકડા પાસેના ખુલ્લા પ્લોટમાં અમુક માણસો જુગાર રમે છે…..

સાયલા પોલીસને મળેલ બાતમી આધારે લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સાયલા પોલીસ સ્ટેશનના પો.હેડ.કોન્સ રાજેન્દ્રસિંહ વજેસંગભાઇ ગોહિલ તથા શકિતસિહ તથા પો.કો. હરદેવસિંહ પરમાર તથા પો.કો.ભીખાભાઇ પરમાર,  વિગેરે સહીતની ટીમ દ્રારા  સાયલા તાલુકાના ધાધલપુર ગામની હનુમાન વાડી  નામે  ઓળખાતી સીમમા ઓકડામા રેઈડ કરતા જુગાર રમતા આરોપીઓ-  (૧) ખોડાભાઇ છગનભાઇ બાવળીયા જાતે ત.કોળી ઉ.વ.૪૫ ધંધો ખેતી રહે, નવાગામ તા.સાયલા(૨) દાનાભાઇ માનસંગભાઇ બાવળીયા જાતે ત.કોળી ઉ.વ.૫૦ ધંધો ખેતી રહે,નવાગામ, તા.સાયલા(૩)  ઘનસ્યામભાઇ પમાભાઇ ડેરવાડીયા જાતે ત.કોળી ઉ.વ.૨૭ ધંધો ખેતી રહે,ગુંદીયાવડા તા.સાયલા(૪) ભગુભાઇ ભુપતભાઇ ખવડ જાતે કાઠી દરબાર ઉ.વ.૩૩ ધંધો ખેતી રહે,ગુંદીયાવડા તા.સાયલા(૫) ખોડાભાઇ વિઠ્ઠલભાઇ ડાભી  જાતે ત.કોળી ઉ.વ.૩૬ ધંધો ખેતી રહે,ધાંધલપુર તા.સાયલા વાળાઓને  રોકડ રકમ રૂ,૨૯,૧૦૦/- તથા મોબાઇલ નંગ-૫ જેની કિ,રૂ,૨૫૦૦/- મળી કુલ રૂપીયા ૩૧,૬૦૦/- ના મુદામાલ હાથે પકડી* પાડી, ધોરણસર અટક કરવામાં આવેલ છે. પકડાયેલ તમામ આરોપીઓ વિરુદ્ધ સાયલા પોલીસ સ્ટેશનના પો.હેડ.કો.શક્તિસિંહ બનેસિંહ ગોહિલએ સરકાર તરફે ફરિયાદી બની, જુગાર ધારા મુજબ ગુન્હો દાખલ કરાવી, કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે…..

વધુ તપાસ સાયલા પોલીસ સ્ટેશનના પો.હેડ.કોન્સ રાજેન્દ્રસિંહ વજેસંગભાઇ તથા સાથેના સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ છે…._

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY