કોંગ્રેસના વડાપ્રધાન જ રામ મંદિરનું નિર્માણ કરાવશે : ડા.સી.પી.જાશી

0
9

ન્યુ દિલ્હી,તા.૨૧
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડા. સી.પી જાશીએ ભાજપ પર રામ મંદિર મુદ્દે રાજકારણ રમવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કÌš ભાજપ માત્ર ચૂંટણીના સમયે રામને યાદ કરે છે.
એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા સીપી જાશીએ કÌš કે ભાજપ રામ મંદિરનુ નિર્માણ કરી શકતી નથી. રામ મંદિરનું નિર્માણ કોંગ્રેસ અથવા કોંગ્રેસના વડાપ્રધાન જ કરશે. વર્ષ ૧૯૮૫માં તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીએ જ તે વિવાદિત સ્થળનુ તાળુ ખોલાવ્યુ હતુ.
ભાજપ પર નિશાન સાધતા જાશીએ કહ્યું, ભાજપ આ બનાવી શકતી નથી. એ તો માત્ર વોટ માગી શકે છે. હું આજે કહી રહ્યો છુ કે ટાઈટલનો ચુકાદો આવવા દો. સિવિલ સૂટનો કેસ ચાલી રહ્યો છે. જ્યાં સુધી સિવિલ સૂટનો ચુકાદો ના થાય ત્યાં સુધી વડાપ્રધાન શુ કરી શકે છે. ૭ ડિસેમ્બરે રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. જેમાં ડા. સીપી જાશી ઉદયપુરના નાથ દ્વારા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કર્યા પહેલા એવા સમાચાર આવ્યા હતા કે સચિન પાયલટ અને ડા. સી.પી જાશી વચ્ચે કેટલાક નામોને લઈને અણબનાવ થયો છે. જાકે બાદમાં બંને દ્વારા સંમતિ સાથે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY