જામનગર,તા.૯
જામનગરના કનસુમરા ગામ નજીક આવેલી એક ફેકટરીમાં મોડી રાત્રે બ્લાસ્ટ થતા ભીષણ આગ ફાટી નીકળી હતી. ઘટના અંગે ફાયરબ્રિગેડને જાણ કરાતા જામનગરની રિલાયન્સ અને અને એસ્સાર કંપનીના ૧પથી વધુ ફાયર ફાઇટરો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. વહેલી સવારે ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી શકી હતી.
આ અંગેની મળતી માહિતી મુજબ જામનગરના કનસુમરા ગામ નજીક પરફેક્ટ મેટાક્રાફટ નામની ફેકટરી આવેલ છે. આ ફેક્ટરીમાં અચાનક બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટના પગલે ફેકટરીમાં આગ ફાટી નીકળી હતી. જાતજાતામાં આગ સમગ્ર ફેકટરી ફેલાઇ હતી.
આ ઘટના અંગે ફાયરબ્રિગેડને જાણ કરાતા જામનગર તેમજ આસપાસમાં આવેલા ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી ગયા હતા. રિલાયન્સ અને એસ્સારના ફાયર ફાઇટરની પણ મદદ લેવામાં આવી હતી. ૧પથી વધુ ફાયર ફાઇટરની મદદથી વહેલી સવારે આગ કાબૂમાં આવી હતી.
વિશાળ ફેકટરીમાં લાગેલી આગ કાબૂમાં આવ્યા બાદ તેની કુલિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આગમાં સંપૂર્ણ ફેકટરી બળીને ખાક થઇ ગઇ હતી અને કરોડોનું નુકસાન થયું હોવાનો અંદાજ સેવાઇ રહ્યો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




