અમદાવાદ,તા.૯
પાટીદારોને અનામત મળે તે માટે પાસનાં કન્વીનર હાર્દિક પટેલ આમરણાંત ઉપવાસ પર ઉતરવા જઇ રહેલ છે. ત્યારે હવે હાર્દિક પટેલની મુશ્કેલીમાં આ મામલે વધારો થયો છે. હાર્દિકને લઇને ઉપવાસ માટે જે જગ્યાની મંજૂરી માગવામાં આવી હતી તેને પાર્કિગ ઝોન તરીકે જાહેર કરવામાં આવી દીધી છે.
શહેરનાં નિકોલ વિસ્તાર ખાતે પાસ દ્વારા જગ્યાની મંજૂરી માગવામાં આવી હતી પરંતુ હવે આ જગ્યાને અ.મ્યુ.કો.એ પાર્કિગ ઝોન તરીકે જાહેર કરી દીધી છે. જેથી હાર્દિકનાં આ ઉપવાસ સ્થળની મંજૂરીને લઈ હજુ પણ અસમંજસતા જાવા મળી રહી છે. કોર્પોરેશન દ્વારા પાર્કિગ ઝોનનાં બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યાં છે.
ઉલ્લેખનીય છે કે વિસનગર કોર્ટે આપેલા ચુકાદા બાદ હાર્દિક ડબલ પાવરથી પોતાની લડત ચલાવવાનાં મૂડમાં હોય એમ આગામી ૨૫ ઓગસ્ટથી અમદાવાદ ખાતે પાટીદારોને અનામત અને ખેડૂતોને દેવું માફીનાં મુદ્દે આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરવા જઇ રહેલ છે.
ત્યારે મહત્વનું છે કે તે માટે હાર્દિકનાં આમરણાંત ઉપવાસને ધ્યાને રાખીને જે જગ્યા પસંદ કરવામાં આવી હતી તે જગ્યાને હવે અ.મ્યુ.કો.એ પા‹કગ ઝોન તરીકે જાહેર કરી દીધેલ છે. જેથી હાર્દિક પોતે તેમજ પાસનાં કાર્યકર્તાઓ અસમંજસમાં મૂકાઇ ગયાં છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




