ચોબારી ગામે દૂધઘર અને કાબરણ ગામે દૂધ સરકારી મંડળીના બલ્ક મિલ્ક કૂલરનું લોકાર્પણ કરાયું

0
59

ચોટીલા તાલુકાના ૧૭ ગામોની અંદાજે કુલ રૂપિયા ૨૩૮ લાખના ખર્ચે બનેલ પંચાયત ઘરોનું ગુજરાત ઘેટાં અને ઉન વિકાસ નિગમના ઉપાધ્યક્ષના હસ્તે લોકાર્પણ

સ્વાતંત્રપર્વની રાજ્યકક્ષાની ઉજવણી સુરેન્દ્નનગર જિલ્લા મથકે યોજાનાર છે આ ઉજવણીના સંદર્ભે જિલ્લામાં વિવિધ સ્થળોએ સમૂહ વિકાસના જુદા જુદા કામોનું ખાતમુહૂર્ત /લોકાર્પણના કાર્યક્રમો મહાનુભાવોના હસ્તે યોજવામાં આવી રહયા છે. જેના ભાગરૂપે આજે ચોટીલા તાલુકામાં વિવિધ વિકાસકામોનું લોકાર્પણ ગુજરાત રાજ્ય ઉન વિકાસ નિગમના ઉપાધ્યક્ષશ્રી અમરશીભાઇ ખંભાળિયાના હસ્તે સંપન્ન કરવામાં આવ્યા હતા.

મઘરીખડા ગામેથી શેખલીયા, ડોસલીધુના, ગુંદા, વાજવાળી, ગોલીડા, મઘરીખડા, વડાળી વિગેરે ગામોના સાત ગ્રામ પંચાયત ઘરોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જયારે નાની મોરસલ ગામે ૧૦ ગામોના ગ્રામપંચાયતોના ઘરોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ગામોમાં નાની મોરસલ, મોણપરી, નાળિયેરી, વીજળીયા, માનડાસર, પરબડી, આણંદપુર (થા) રાવરાણી, ખાખરાવાળી, સિધ્ધસર વિગેરે ગામોનો સમાવેશ થાય છે. આમ આ ૧૭ ગામોની અંદાજે રૂપિયા ૨૩૮ લાખના ખર્ચે બનેલ પંચાયત ઘરોનું લોકાર્પણ કરાયું હતું. તેમજ ચોબારી ગામે મહિલા દૂધ સહકારી મંડળીના દૂધઘર અને કાબરાં ગામે દૂધ સહકારી મંડળીના બલ્ક મિલ્ક કુલરનું લોકાર્પણ કરાયું હતું.

આ લોકાર્પણના કાર્યક્રમના પ્રસંગોએ ઉદબોધન કરતા ગુજરાત રાજ્ય ઘેટાં અને ઉન વિકાસ નિગમના ઉપાધ્યક્ષશ્રી અમરશીભાઇ ખંભાલીયાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વની સંવેદનશીલ અને નિર્ણાયક સરકાર છેવાડાના માનવીના સર્વાંગી ઉત્કભર્ષ માટે કટિબધ્ધ છે. લોક કલ્યાણ અને પ્રજા કલ્યાણની યોજનાઓના વિકાસના ફળો છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે પ્રચાર-પ્રસાર સહિતના વિવિધ પગલાંઓ લેવામાં આવી રહયા છે.

તેમણે ખેડૂત – પશુપાલકોને ડેરી વ્યવસાયના વિકાસ માટે રાજ્ય સરકારની જુદી-જુદી પશુપાલનની પ્રોત્સાહક યોજનાઓનો લાભ મેળવવા જણાવ્યું હતું.ઉપાધ્યક્ષશ્રી ખંભાલીયાએ ઉમેર્યું હતું કે, રાજ્ય સરકાર ગુજરાતનો સમતોલ અને સંતુલિત વિકાસ થાય તે માટે પ્રયત્નશીલ છે. શહેરી વિસ્તાર જેવી ગ્રામ્ય વિસ્તારમાં વિકાસની ભૌતિક સુવિધાઓ આયોજનબધ્ધ રીતે ક્રમશઃ આપવામાં આવી રહી છે.

માલધારી સમાજ ડેરી વિકાસ માટે સરકારશ્રીની પ્રોત્સાહક યોજનાઓનો લાભ મેળવ છેવાડાના માનવીનો સર્વાંગી ઉત્કર્ષ એ રાજ્ય સરકારનો અભિગમ છે રાજ્ય સરકાર રાજ્યનો સમતોલ વિકાસ કરવા સતત પ્રયત્નશીલ છે. – ઉપાધ્યક્ષ શ્રી અમરશીભાઇ ખંભાલીયા

તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની જાણકારી આપી હતી. આ તકે સુરેન્દ્રનગર ખાતે રાજ્ય કક્ષાની સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં લોકોને સહભાગી થવા નિમંત્રણ પાઠવ્યું હતું.

આ પ્રંસગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડો. મનીષકુમાર બંસલ, સુરસાગર ડેરીના ચેરમેન શ્રી બાબાભાઇ ભરવાડ, પ્રાંત અધિકારી શ્રી વી. ઝેડ ચૌહાણ, મામલતદારશ્રી એમ.સી. રાઠોડ, તાલુકા વિકાસ અધિકારીશ્રી ટી. જે. મહેતા, અગ્રણીઓ સર્વશ્રી મેરૂભાઇ ખાચર, શ્રી રામભાઈ મેવાડા, શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, શ્રી જીણાભાઇ ડેરવાણીયા, શ્રી ભુપતભાઇ ખાચર, શ્રી અલ્પેશભાઈ રામાણી, શ્રી ધીરૂભાઈ, શ્રી રંજુબેન, વિવિધ ગામના સરપંચો, તલાટી મંત્રીઓ, શાળાના બાળકો અને ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.

રીપોટર : દિપકસિંહ વાઘેલા, લીંબડી

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY