કપાયેલા વીજ કનેક્શન વિશે ગુજરાત સરકારે કરી મોટી જાહેરાત

0
138

ગુજરાતમાં જે લોકોના વીજ જોડાણ કાપી લેવામાં આવ્યા હતા તેમને માફી યોજના અંતર્ગત સાંકળી લેવામાં આવ્યા છે. ગુજરાતભમાં કપાયેલા 7.7 લાખ વીજ જોડાણ માટે ગુજરાત સરકાર દ્વારા મહત્વનો પ્રજાલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. જે ગ્રાહકોના વીજ જોડાણો કપાયા હતા, ખાસ કરીને વીજ બિલની લેણી રકમ બાકી હતી, તો કેટલીક જગ્યાએ વીજચોરીના કેસને કારણે જે કનેક્શન કપાયા હતા, તેમના માટે આ યોજના જાહેર કરવામાં આવી છે. સરકાર દ્વારા વીજ બિલમાં માફી યોજનાની જાહેરાત કરાઈ છે. આ જાહેરાત ગુજરાતના ઉર્જા પ્રધાન સૌરભ પટેલ દ્વારા કરવામાં આવી હતી.

ઉર્જા મંત્રી સૌરભ પટેલ દ્વારા કાયમી ધોરણે કપાયેલા વીજ જોડાણો માટે માફી યોજના જાહેર કરાઈ છે. તેમણે કહ્યું કે, 7 લાખથી વધારે ગ્રાહકોને આ યોજનાનો લાભ મળશે. આ યોજના અંતર્ગત સરકાર 443 કરોડ રૂપિયાની માફી આપશે. 1 કરોડથી નીચેનું બિલ ધરાવતા ગ્રાહકોને આ યોજનાનો લાભ મળશે. ગ્રાહકોએ 3 મહિનામાં આ યોજનાનો લાભ લેવાનો રહેશે. ઘર વપરાશ અને ખેડૂતોને મૂળ બિલની રકમમાં 50 ટકા માફી અને વ્યાજ સંપૂર્ણ માફ કરાશે. આમ, 50 ટકા રકમ ભરવાથી ગ્રાહકો પોતાનું કપાયેલું વીજ કનેક્શન પરત મેળવી શકશે. તેમજ ઉદ્યોગો અને કમર્શિયલ ગ્રાહકોને બિલની મૂળ રકમ ભરવાની રહેશે, અને વ્યાજની માફી આપવામાં આવી છે. 31 ઓગસ્ટ, 2017 પહેલા જે કનેક્શન કપાયા છે, તેવા ગ્રાહકોને આ યોજનાનો લાભ મળશે. જેમના વીજ કનેક્શન કપાયા છે, તેઓ આ યોજનાનો લાભ આગામી ત્રણ મહિનામાં લઈ શકાશે.

આમ યોજના અંતર્ગત સરકાર વીજ ગ્રાહકોને એક મોકો આપી રહી છે કે, તેઓ પોતાનું કપાયેલું જોડાણ ફરીથી મેળવી શકે. યોજના આગામી ત્રણ મહિના એટલે કે, 24 જૂલાઈ 2018 સુધી અમલી રહેશે. ઉલ્લેખનીય છે કે, 150 કરોડ મુદ્દલ, 293 કરોડ વ્યાજની રકમ બાકી નીકળે છે.

રિપોર્ટર વલિયા
દિલીપસિંહ માહિડા
9427188777

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY