આૅકલેન્ડ,તા.૩૦
ન્યૂઝીલેન્ડ સરકાર દક્ષિણ દ્વીપસ્થિત વૈટાકી બંધની નજીક એક આખું ગામ વેચવા જઇ રહી છે, એ પણ માત્ર ર૮ લાખ ડોલરમાં. ૧૯૩૦માં બનેલું વૈટાકી ગામ ત્યારે બંધના કામના કારણે આબાદ રહેતું હતું, પરંતુ લગભગ ૩૦ વર્ષ પહેલાં ૧૯૮૯માં દેશમાં શહેરીકરણ થયું. આ દરમિયાન બંધનું કામ ઓટોમેટિક કરી દેવાયું. ત્યાર બાદ ઘણા લોકો ગામ છોડીને દેશના બીજા ભાગમાં વસી ગયા. કેટલીયે વાર વેચાઇ ચૂક્્યું છે.
ખાસ વાત એ છે કે વૈટાકી પહાડથી ઘેરાયેલું છે. આ ગામમાં આઠ મોટા ઘર, એક રેસ્ટોરાં, એક લોજ અને નવ ગેરેજ છે, પરંતુ મુશ્કેલી એ છે કે અહીંની વસ્તી પાછળ રહી ગઇ છે. આજે પણ લોકોનું ગામ છોડીને શહેરો તરફ પલાયન કરવાનું ચાલુ છે. આવામાં અહીં ઘર અને નોકરીઓ ખાલી છે.
વૈટાકી સૌથી પહેલાં વસાવવા માટે ૧૯૯૧માં એક પ્રાઇવેટ ફર્મને વેચવામાં આવ્યું. ઘણા લોકોએ અહીં રોજગાર વધારવાની કોશિશ કરી, પરંતુ કોઇને સફળતા ન મળી. સરકારનો હેતુ હતો કે લોકો શહેર છોડીને અહીં આવે અને ગામડાની બગડતી વ્યવસ્થાને સંભાળે, પરંતુ હવે શહેરની મોડર્ન લાઇફ છોડીને કોઇ ગામમાં ફરવા ઇચ્છતું નથી. ગામની જનસંખ્યા વધારવા માટે પણ મોટા પાયે અભિયાન ચલાવાયું, પરંતુ કોઇ ફાયદો ન થયો.
હવે ન્યૂઝીલેન્ડમાં વિદેશી ખરીદદારોને પ્રોપર્ટી ખરીદવા પર પ્રતિબંધ મુકાયો છે. આ કારણે ઘણા લોકો મધ્યસ્થી દ્વારા ગામ ખરીદવા ઇચ્છે છે. ખાસ કરીને ચીની નાગરિકોએ તેને ખરીદવામાં રસ દાખવ્યો છે, પરંતુ ન્યૂઝીલેન્ડ સરકાર ઇચ્છે છે કે દેશના લોકો જ અહીં પ્રોપર્ટી ખરીદે અને ગામડાને ફરી આબાદ કરે. રિયલ એસ્ટેટ એજન્ટ મુજબ આ સ્થિતિમાં ગામને ખરીદવા માટે ૧૦ લાખ ડોલર સુધીનો પ્રસ્તાવ આવ્યો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





