નડિયાદ – શુક્રવારઃ- જિલ્લા કલેક્ટર આઇ.કે.પટેલએ જણાવ્યું હતું કે, ખેડા જિલ્લામાં આગામી તા.૧૬મી જુલાઇથી આરોગ્ય વિભાગ દ્ધારા ઓરી અને રૂબેલા રસીકરણ અભિયાન હાથ ધરવામમાં આવશે. આ અભિયાન હેઠળ જિલ્લાના ૯ થી ૧૫ વર્ષના કુલ પાંચ લાખ ઉપરાંત બાળકોને ઓરી અને રૂબેલાની રસીથી રક્ષિત કરવામાં આવશે.
કલેક્ટરએ શીતળા અને પોલીયો જેવા રોગોના નિર્મુલન બાદ હવે ઓરી અને રૂબેલા રોગ સામે પ્રતિકાર કરવા માટે જિલ્લાભરમાં યોજાનાર આ રસીકરણ અભિયાનમાં સૌ નાગરિકોને સહયોગ આપવા તેમણે અનુરોધ કર્યો છે એક રાષ્ટ્રવ્યાપી અભિયાન હેઠળ ઓરી અને રૂબેલા સામે સુરક્ષા પુરી પાડવા માટે ઓરી-રૂબેલા (એમ.આર) રસીકરણ અભિયાન તા.૧૬ જુલાઇ ૨૦૧૮ થી સમગ્ર ગુજરાત રાજયમાં તેમજ ખેડા જિલ્લામાં શરૂ કરવામાં આવનાર છે. આ અભિયાન હેઠળ સમગ્ર ખેડા જિલ્લામાં ૯ માસથી ૧૫ વર્ષ સુધીના તમામ બાળકોને ઓરી-રૂબેલાની રસી આપવામાં આવશે.
ઓરી એક જીવલેણ રોગ છે જે વાઇરસ દ્ધારા ફેલાય છે બાળકોમાં ઓરીના લીધે વિકલાંગતા અને અકાળે મૃત્યુ થઇ શકે છે. રૂબેલા એક ચેપી રોગ છે. જે વાઇરસ દ્ધારા ફેલાય છે. જો કોઇ સ્ત્રી ગર્ભાવસ્થાના આરંભિક તબક્કામાં તેનાથી ચેપગ્રસ્ત બને તો કેજેનિટલ રૂબેલા સિન્ડ્રોમ (સી.આર.એસ.) થઇ શકે છે જે તેના ગર્ભ અને નવજાત શીશુ માટે ઘાતક સાબિત થઇ શકે છે.
ખેડા જિલ્લામાં ૯ માસથી ૧૫ વર્ષ સુધીના કુલ ૫ લાખ ઉપરાંત બાળકોને ઓરી-રૂબેલાની રસી આ અભિયાન અન્વયે આપવામાં આવશે. ૧૬ જુલાઇ, ૨૦૧૮ થી શરૂ થનાર આ અભિયાન કુલ પાંચ અઠવાડીયા ચાલશે. જેમાં પ્રથમ તબક્કામાં સ્કુલમાં બીજા તબક્કામાં આંગણવાડીમાં અને ત્રીજા તબક્કા દરમિયાન બાકી રહી ગયેલા અથવા છુટી ગયેલા બાળકોને આવરી લેવામાં આવશે. ઓરી અને રૂબેલાની રસી સંપૂર્ણ સુરક્ષિત છે. તથા તેની કોઇ આડઅસર થતી નથી. બાળકોને આ રસી યોગ્ય લાયકાત ધરાવતા આરોગ્ય કાર્યકર દ્ધારા આપવામાં આવે છે.
આ મહાઅભિયાન અન્વયેની કામગીરી જિલ્લા આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ, સહિત અન્ય વિભાગોના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવશે.
આપણા ગામની શાળા-આંગણવાડીમાં-આરોગ્ય કેન્દ્રોમાં જયારે ઓરી અને રૂબેલા રસીકરણનો કાર્યક્રમ જે દિવસે આવે ત્યારે આ કામગીરીમાં પ્રત્યેક્ષ કે પરોક્ષ સહકાર આપવા તથા ખેડા જિલ્લાનું એક પણ બાળક આ રસીથી વંચિત રહેવા ના પામે તે માટે જરૂર સહયોગ આપવા
આ પત્રકાર પરિષદમાં WHO ના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે, ભારતના ૧૬ રાજયોમાં આ અભિયાન સફળતા પૂર્વક પાર પડ્યું છે અને હવે ગુજરાતમાં આ અભિયાનમાં ૧૦૦ ટકા સફળતા મળે તે ધ્યેય છે.
આ બેઠકમાં જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ અને મોટી સંખ્યામાં પત્રકારમિત્રો ઉપસ્થિત રહયા હતા.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"



