હાર્દિક પટેલના અનશન યથાવત જારી : ભાઈને રોકાતા લાલઘૂમ

0
153

અમદાવાદ, તા.૧૦
પાટીદાર સમુદાય માટે અનામત અને ખેડૂત સમુદાય માટે દેવા માફીને લઇને આમરણાંત ઉપવાસ ઉપર ઉતરેલા હાર્દિક પટેલ હજુ પણ લડાયક દેખાઈ રહ્યા છે. છેલ્લા ૧૭ દિવસથી તે આમરણાંત ઉપવાસ ઉપર છે. હાર્દિક પટેલ આજે લાલઘૂમ દેખાયો હતો. ભાઇને રોકવામાં આવ્યા બાદ તે નારાજ દેખાયો હતો. બીજી બાજુ હાર્દિકના સમર્થનમાં વધુ લોકો પણ આવ્યા છે. હાર્દિક પટેલ છેલ્લા ૧૭ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહ્યો છે ત્યારે આજે તેના નાના ભાઇને મળવા આવતાં રોકવાના પોલીસના પ્રયાસથી હાર્દિક પટેલ વિફર્યો હતો. પોલીસે તેના નાના ભાઇને અંદર નહી આવવા દેતાં હાર્દિ પટેલ ખુદ કારમાં બહાર સુધી તેને લેવા આવ્યો હતો અને પોલીસને ખુલ્લી ચીમકી આપી હતી કે, માપમાં રહેવાનું, તમે તમારી ડયુટી કરો પરંતુ કાયદામાં રહીને. મારા કોઇ કુંટબવાળાને રોકવા નહી, તમને કહી દઉું છું. આજે ફરી એકવાર પોલીસની હાર્દિક પટેલ સાથે ચકમક ઝરતાં વાતાવરણ થોડીવાર માટે ગરમાયું હતું. બીજીબાજુ, હાર્દિકના સાથીઓ અને પાટીદાર આગેવાનોએ આજે પોલીસના મુલાકાતીઓને અટકાવવાના વલણની ભારે નિંદા કરી હતી અને તેની આકરા શબ્દોમાં ટીકા કરી હતી. છેલ્લા ૧૭ દિવસથી હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસ ચાલી રહ્યા છે ત્યારે આજે તેનો નાનો ભાઈ બહાર જઈને ઉપવાસ છાવણીમાં પરત ફરતો હતો ત્યારે તેને પોલીસે રોકતા હાર્દિક ગિન્નાયો હતો. આ વાતની ઉપવાસ કરી રહેલા હાર્દિકને જાણ થતાં તે ગુસ્સે ભરાયો હતો અને ગાડીમાં બેસીને ગેટ બહાર નીકળ્યો હતો અને પોલીસની સાથે બોલાચાલી કરી હતી અને પોતાના કુટુંબીને રોકવાના ના હોય. મારો ભાઈ કે પરિવારનો કોઈ સભ્ય બહાર જઈને આવે તેને રોકવાનો ના હોય. પોલીસવાળા તેની તમામ દાદાગીરી અને હદ વટાવી ચૂક્યા છે. ગાડીમાં બેસીને ગેટ બહાર જઈને હાર્દિકે પોલીસને સ્પષ્ટ કહી દીધું હતું કે, મારા કુટુંબવાળાને રોકવાના નહીં. પોલીસ કાયદાની મર્યાદામાં રહીને તેની ડયુટી કરે, હોશિયારીમાં રહેવાનું. મારા કુંટુંબવાળાને કોઇને રોકવા નહી એ તમને સાફ શબ્દોમાં કહી દઉં છું. જા કે, પોલીસે પણ મામલાની ગંભીરતા સમજી શાણપણથી કામ લીધુ હતુ અઁને તેથી મામલો થાળે પડયો હતો.

સંપૂર્ણ સમાચાર સેવા
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY