રથયાત્રામાં લોકોને તુલસીના 25000 છોડનુ વિતરણ કરાશે

0
52
રથયાત્રા દરમિયાન સરકારની સિધ્ધિઓનો ભરપૂર પ્રચાર કરવાની કોર્પોરેશનની યોજના

અમદાવાદ મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રથયાત્રાને હેરિટેજ થીમ સાથે જોડવાની બાબતે ચેરમેને જણાવ્યું હતુ કે, રથયાત્રામાં ભાગ લેનાર મંડળીઓન હેરિટેજની થીમ સાથેના ટી-શર્ટ અને કેપ વહેંચવામાં આવશે. ઉપરાંત સરકાર અને મ્યુનિ. કોર્પોરેશનની સિદ્ધિઓના રથયાત્રાના રૂટ પર બેનરો અને હોર્ડિંગ્સ મૂકવામાં આવશે. ૨૦૧૯ને ધ્યાનમાં રાખીને ? એમ પૂછતાં ચેરમેને વાક્યને સુધારીને કહ્યું હતું કે, હેરિટેજને લગતી સિદ્ધિઓનું બેનર મુકાશે. ઉપરાંત મ્યુનિ. પાસે હાલ તુલસીના ૨૫૦૦૦ જેટલા રોપાઓ છે. રથયાત્રાના પ્રારંભે મહંતને રોપા આપીને શરુઆત કરાશે અને ત્યારબાદ રૃટ ઉપર બાકીના રોપાઓની નાગરિકોમાં વહેંચણી કરાશે. નિજ મંદિર યાત્રા પરત ફરવાના સમયે લાઇટિંગની પૂરતી વ્યવસ્થા રહે તેવી ગોઠવણ મ્યુનિ. દ્વારા થશે. શાહપુરમાં એક સ્થળે મેટ્રો રેલની કામગીરીના કારણે રોડ સાંકડો થઈ ગયો હોવાથી ત્યાંથી રથયાત્રા પસાર થાય ત્યારે વિશેષ ધ્યાન રાખવામાં આવશે. ઉપરાંત ઝીરો અવર્સમા પ્લાસ્ટિક સામેની ઝુંબેશના ભાગરૃપે મ્યુનિ.એ જે એકમોને સીલ માર્યા છે તેવા વેપારીઓએ રજૂઆત કરી છે. આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, જે વેપારી તેમના એકમમાં પડેલો ૫૦ મી.મી.થી પાતળા પ્લાસ્ટિકનો જથ્થો નાશ કરવાની બાંયેધરી આપે અને એફિડેવિટ કરે તો તે એકમના સીલ ખોલી આપવા તેવું નક્કી થયું છે. જો ફરી બીજી વખત પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ધંધો કરતા પકડાશે તો ‘સીલ’ ક્યારેય ખોલી અપાશે નહિ. આ ઉપરાંત દોઢ વર્ષ પહેલાં જ બનેલા આરોગ્ય ભવનના નવા જ બિલ્ડીંગમાં પડી ગયેલી તિરાડોનો મુદ્દો ઉખળ્યો હતો. આ અંગેે કન્સલ્ટન્ટને એવો રિપોર્ટ આપ્યો છે કે દેશી ઇંટોના બદલે બ્લોક્સ વાપર્યા છે તેના કારણે આવું થયું છે. જેના સંદર્ભમાં એક સિનિયર સભ્યએ એવો પ્રશ્ન પૂછ્યો હતો કે તો પછી વી.એસ. હોસ્પિટલના નવા બિલ્ડીંગ સહિત તમામ બાંધકામોમાં એવા જ બ્લોક્સ વપરાય છે, તો શું એમાં પણ તિરાડો પડી જશે ? અત્રે ઉલ્લેખનીય છે કે, આ બિલ્ડીંગની ક્રમબદ્ધ ખામીઓ બહાર આવી હોવા છતાં મળતિયા કોન્ટ્રાક્ટર સામે કોઈ જ પગલા લેવાયા નથી. તેમજ એલ.ઇ.ડી. લાઇટો શહેર આખામાં ફીટ કરવાાં આવી રહી છે તો જુના થાંભલા સહિતના સામાનનું શું કરવામાં આવે છે ? તેવો સવાલ ઉભો થયો હતો આવા સામાનનું ટેન્ડરથી વેચાણ કરવાનું નક્કી કરાયું છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY