કિક-૨ ફિલ્મમાં અભિનેત્રીને લઇને સસ્પેન્સ હજુય અકબંધ

0
13

મુંબઇ,તા. ૨૮
સલમાન ખાનની સફળ ફિલ્મ કિકની સિક્વલ ફિલ્મ બનાવવા માટેની પ્રાથમિક કામગીરી શરૂ કરવામાં આવી ચુકી છે પરંતુ ફિલ્મમાં અભિનેત્રી કોણ રહેશે તે અંગે હજુ સસ્પેન્સની સ્થતી છે. ટોપની અભિનેત્રી ફિલ્મ મેળવી લેવાના પ્રયાસમાં છે. જેક્લીનને પણ ફરી લેવામાં આવી શકે છે. અભિનેત્રીની પસંદગી કરવામાં આવ્યા બાદ જ શુટિંગ શરૂ કરવામાં આવનાર છે. સલમાન હાલમાં ભારત ફિલ્મના શુટિંગને લઇને વ્યસ્ત છે. જેમાં કેટરીના અને દિશા કામ કરી રહી છે.

સલમાન ખાનના ચાહકો માટે ખુબ સારા સમાચાર છે. કારણ કે વર્ષ ૨૦૧૪માં રજૂ કરવામાં આવેલી અને બોક્સ ઓફિસ પર શાનદાર સફળતા હાંસલ કરનાર કિક ફિલ્મની સિક્વલ બનાવવાનો નિર્ણય આખરે કરી લેવામાં આવ્યો છે. આના માટે સલમાન ખાન અને સાજિદ નડિયાદવાલાએ હાથ મિલાવ્યા હોવાના હેવાલ મળ્યા છે. ફિલ્મ ક્રિટિક ટ્રેડ નિષ્ણાંતે કહ્યુ છે કે આ મોટી જાહેરાત કરવામાં આવી ચુકી છે. કિક-૨ ફિલ્મમાં સલમાન ખાન જ કામ કરનાર છે. સાજિદ જ ફિલ્મનુ નિર્દેશન કરનાર છે. આ ફિલ્મ વર્ષ ૨૦૧૯માં ક્રિસમસ પર રજૂ કરવાનો પ્રાથમિક નિર્ણય કરવામાં આવ્યો છે. આનો અર્થ એ થયો કે સલમાન ખાનના ચાહકો ક્રિસમસ ૨૦૧૯માં એક મોટી ફિલ્મ જાઇ શકશે. સલમાન છેલ્લા કેટલાક વર્ષોમાં બોલિવુડમાં સુપર સ્ટાર તરીકે છે. તે સૌથી સફળ સ્ટાર તરીકે પુરવાર થઇ રહ્યો છે. તેના નામ પર ફિલ્મો હિટ સાબિત થઇ રહી છે. તેની છેલ્લે રેસ-૩ ફિલ્મ રજૂ કરવામાં આવી હતી. આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઇ હતી. વર્ષ ૨૦૧૯માં સલમાનની બે ફિલ્મો રજૂ કરવામાં આવનાર છે. જેમાં ભારત પણ સામેલ છે.

(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

 

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY