તાજેતરમાં આહવા ખાતે રમાયેલી જિલ્લા કક્ષાની અન્ડર-૧૯ (બહેનો) શાળાકિય રમત સ્પર્ધામાં, આહવાની એકલવ્ય મૉડેલ રેસિડેન્સિયલ સ્કૂલની ટીમ વિજેતા થઇ છે. જે આગામી દિવસોમાં રાજ્યકક્ષાએ ડાંગ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.
આહવાની સરકારી માધ્યમિક શાળા ખાતે આયોજિત આ સ્પર્ધામાં આહવા, વધઇ અને સુબિર તાલુકાઓની વિજેતા ટીમે ભાગ લીધો હતો. જે પૈકી આહવા સ્થિત એકલવ્ય મૉડેલ રેસિડેન્સિયલ સ્કૂલની ટીમ વિજેતા થઇ હતી. વિજેતા ટીમના કેપ્ટન કુ.હેતલ અશોકભાઇ જાદવ તથા તેમની ટીમને શાળા આચાર્યા શ્રીમતી સોનલ મેકવાન તથા શાળા પરિવાર સહિત જિલ્લા શિક્ષણાધિકારી શ્રી એસ.એલ.પવાર તથા જિલ્લા રમતગમત અધિકારી શ્રી વિરલ પટેલે પણ શુભેચ્છા પાઠવી છે. સ્પર્ધાની આયોજન વ્યવસ્થા સ્કૂલના વ્યાયામ શિક્ષક શ્રી માવજીભાઇ ભોયેએ સંભાળી હતી.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



