સુરત, તા.૧૫
બાલાજી રોડ પર શ્રી રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા તા.૧૭-૨-૨૦૧૯ મહાસુદ તેરસ રવિવારે શ્રી મોઢેશ્વરી માતાજીના પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત યોજાયેલા કાર્યક્રમોમાં સવારે ૩.૦૦ કલાકે માતાજીનો વૈદિક મંત્રોથી અભિષેક તથા સવારે ૭.૦૦ કલાકે માતાજીની આરતી અને ૮.૦૦ કલાકે પાલખી યાત્રા નીકળશે. ત્યારબાદ સવારે ૭ થી રાત્રે ૧૧ કલાક સુધી અન્નકુટના દર્શન થશે. સવારે ૧૧ થી ૩ કલાક સુધી નવચંડી હવનનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે ૭.૦૦ થી ૧૦.૦૦ કલાકે ભજન સંધ્યા યોજાશે. ભાવિક ભક્તોને પાટોત્સવમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા આમંત્રણ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



