પ.બંગાળમાં લોકશાહી પરંતુ અન્ય રાજ્યોમાં લોકશાહી સંકટનો સામનો કરી રહ્યું છે : મમતા બેનર્જી

0
8

કોલકાત્તા,તા.૨૩
પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીનાં વડા મમતા બેનરજીએ કહ્યું છે કે પશ્ચિમ બંગાળમાં લોકશાહી છે, પરંતુ દેશનાં અનેક રાજ્યોમાં લોકશાહી સંકટનો સામનો કરી રહ્યું છે. તેમણે કહ્યું છે કે લોકતંત્રમાં વિરોધ પ્રદર્શન મહત્વપૂર્ણ છે. જે દિવસે વિરોધ પ્રદર્શન પોતાનું મુલ્ય ગુમાવી દેશે, તે દિવસે ભારત, ભારત નહિં રહે. તૃણમૂલ કોંગ્રેસનાં વડા મમતા બેનરજીએ કોલકાતમાં વેપારી સંગઠનોની બેઠકને સંબોધતા જણાંવ્યું કે એનઆરસી બંગાળ અથવા દેશનાં અન્ય કોઇ પણ હિસ્સામાં નહિં રહે. અસમમાં આ અસમ સમજૂતી કરારને કારણે થયું છે. અસમ સમજૂતી ૧૯૮૫માં તત્કાલિન રાજીવ ગાંધી સરકાર અને ઓલ અસમ સ્ટુડન્ટ્સ યુનિયન વચ્ચે થઇ હતી.
મમતા બેનરજીએ જણાંવ્યું કે બંગાળમાં એનઆરસી મુદ્દે ભય પેદા કરનારી ભાજપા પર ધિક્કાર છે,જેનાં કારણે પશ્ચિમ બંગાળમાં ૬ લોકોએ જાન ગુમાવ્યા છે. મમતા બેનરજીએ બાંહેધરી આપતા જણાંવ્યું કે, મારા પર ભરોસો રાખો હું એનઆરસીને મારા રાજ્યમાં મંજૂરી નહિં મળે. ભાજપ પર દેશમાં લોકશાહી મૂલ્યોને ખતમ કરવાનો આરોપ લગાવ્યો. તેમજ જણાંવ્યું કે પશ્ચિમ બંગાળમાં લોકતંત્ર છે પરંતુ દેશનાં અનેક પ્રદેશોમાં આ ખતરામાં છે.
મમતા દીદીએ કહ્યું કે ભાજપ બેરોજગારી અને ભારતનાં ડામાડોળ અર્થતંત્ર માટે કોઇ નક્કર પગલા નહિ ભરે તેમજ વાત પણ નહિં કરે. તે માત્ર પોતાના માટે રાજકિય લાભ ખાટવાનાં પ્રયત્નો કરી રહી છે. અમે જાહેર ક્ષેત્રનાં સાહસોનાં ખાનગીકરણ, તેમને બંધ કરવાનાં વિરોધમાં અમે આગામી ૧૮ ઓક્ટોબરે રેલી કરીશું. અમે નિહાળી રહ્યા છીએ કે તેમણે (એબીવીપી,ભાજપ) જાધવપુર યુનિવર્સીટીમાં શું કર્યુ, તેઓ દરેક જગ્યાએ સત્તા મેળવવા માટે હવાતિયા મારી રહ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY