પાંચમા તબક્કાની ૫૧ બેઠકો માટે પ્રચાર પડઘામ શાંત

0
6

ન્યુ દિલ્હી,તા.૪
ચાર તબક્કાની ચૂંટણી પૂર્ણ થયા બાદ પાંચમાં તબક્કાનુ મતદાન સોમવારે થવાનુ છે. ત્યારે પાંચમાં તબક્કાના ચૂંટણી પ્રચારના પડઘમ આજે શાંત થયા છે. આ બેઠકમાં યૂપીની-૧૫,રાજસ્થાનની-૧૨,મ.પ્રદેશ અને પં.બંગાળમાં ૭-૭ બેઠકો,ઝારખંડની ૪ અને જમ્મુ-કાશ્મીરની બે બેઠકોનો સમાવેશ થાય છે. પાંચમા તબક્કામાં ૭ રાજ્યોની કુલ ૫૧ બેઠકો પર ૬૭૪ ઉમેદવારો મેદાનમાં છે. જેમા યુપીએના ચેરપર્સન અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની, રાજનાથસિંહ, પૂનમ સિંહા, સાધ્વી નિરંજન જ્યોતિ, અને રાજીવપ્રતાપ રુડ્ડી, જયંતસિંહા, બાબુલાલ મરાંડી અને અર્જુન મુંડા સહિતના નેતાઓ ચૂંટણી મેદાનમાં છે.
આ તબક્કામાં સૌથી ધનિક ઉમેદવારો પણ ચૂંટણી મેદાનમાં છે. એડીઆરના અહેવાલ મુજબ પાંચમા તબક્કાના કુલ ૬૭૪ ઉમેદવારો પૈકી ૧૮૪ ઉમેદવારો કરોડપતિ છે. શત્રુધ્ન સિંહાના પત્ની અને લખનૌથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર પૂનમ સિંહા પાંચમા તબક્કાના સૌથી ધનાઢ્ય ઉમેદવાર છે. પૂનમ સિંહાએ ૧૯૩ કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે. તો વળી આ તબક્કામાં કુલ ૬૭૪ ઉમેદવાર મેદાનમાં છે. જે પૈકી ૧૨૬ ઉમેદવારો સામે વિવિધ ગુનાઓ દાખલ થયા હોવાનું સામે આવ્યું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY