“એક નજર સુરેન્દ્રનગર જિલ્લા પર”

0
107

મુખ્ય મથક : સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાની રચના : સુરેન્દ્રનગર જિલ્લાની રચના 1 મે, 1960ના રોજ કરવામાં આવી હતી.
→ સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ 10 તાલુકાઓ આવેલા છે.

તાલુકાની સંખ્યા : ૧૦, (૧) વઢવાણ, (૨) લીંબડી, (૩) સાયલા, (૪) ચોટીલા, (૫) મુળી, (૬) થાનગઢ, (૭) ધાંગધ્રા, (૮) દસાડા, (૯) લખતર, (૧૦) ચુડા

વિસ્તાર : ૯૨૭૧ ચો.કિમી

વસ્તી : ૧૭,૫૬,૨૬૮

સાક્ષરતા : ૭૨.૧૩

લિંગ પ્રમાણ : ૯૩૦

વસ્તી ગીચતા : ૧૬૮

શિશુ લિંગ પ્રમાણ : ૮૯૬

ગામડાની સંખ્યા : ૫૮૭

નદીઓ : ગોદરા, ફલકુ, ભોગાવો (વઢવાણ), ભોગાવો (લીંબડી), ઉમઈ

પર્વતો : ચોટીલા, થાંગા, માંડવ

લોકમેળા : (1) ભાદરવા સુદ ચોથ, પાંચમ અને છઠનો તરણેતરનો મેળો, તરણેતર
(2) અષાઢી બીજનો દૂધરેજનો મેળો, દૂધરેજ

અભયારણ્ય : (1) નળ સરોવર પક્ષી અભયારણ્ય, તા. લખતર
(2) ઘુડખર અભયારણ્ય, તા. ધ્રાંગધ્રા

સુરેન્દ્રનગર જિલ્લાની વિશેષતા : 1. સુરેન્દ્રનગરના તરણેતરમાં ગુજરાતનો સૌથી મોટો લોકમેળો ભરાય છે.
2. સુરેન્દ્રનગરના વઢવાણનાં મરચા વખણાય છે.
3. ગુજરાતમાં સૌથી વધુ પાતાળ કૂવા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા છે.
4. નળ સરોવર અને કચ્છના નાના રણ વચ્ચેનો સુરેન્દ્રનગર જિલ્લાનો વિસ્તાર ઝાલાવાડ તરીકે ઓળખાય છે.

મુખ્ય પાકો : કપાસ, બાજરી, ઘઉં, જુવાર, ઇસબગુલ, જીરૂ

જોવાલાયક સ્થળો : ચોટીલાનું ચામુંડા માતાનું મંદિર, ત્રીનેત્રેશ્વર મંદિર, થાનગઢ, વઢવાણ રાણકદેવી મંદિર, દૂધરેજ મંદિર, સાયલા, ઘુડખર અભયારણ્ય,વઢવાણ, વાઘેશ્વરી માતાનું મંદિર

ખનીજ : ફાયર કલે, સિલિકા સેન્ડ, બ્લેક સ્ટોન, સેન્ડ સ્ટોન, ચૂનાનો પથ્થર

ઉધોગો : સિરામિક, ચિનાઈ માટીના વાસણો, મશીનરી

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી. (જી.સુરેન્દ્રનગર)
મો. 98255 91366

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY