શ્રીનગર,તા.૧૫
જમ્મૂ-કાશ્મીરના કઠુઆમાં ૮ વર્ષની બાળકી સાથે થયેલા ગેંગરેપની ઘટનામાં ચર્ચિત વકીલ દીપિકા સિંહ રજાવતને પીડિતાના ફેમિલીથી હટાવી દેવામાં આવી છે. બાળકીના પિતાએ પઠાણકોટ કોર્ટમાં વકીલ દીપિકા સિંહ રાજાવતને કેસથી હટાવવા માટે અરજી કરી હતી, જેણે કોર્ટે સ્વીકાર કરી લીધી છે.
તમને જણાવી દઇએ કે, રાજાવતે પરિવાર તરફથી પીડિતાને કેસ લડવા માટે પહલ કરી હતી, ત્યારબાદ તે એક નેશનલ સેલેબ્રિટી બની ગયા હતા. પરિવારનું કહેવું છે કે, તે રાજાવતને તેમની તરફથી જીવનો ખતરો ગણાવીને, કેસમાં ઓછો રસ લેવા અને કોર્ટમાં ન આવવાના કારણે હટાવી રહ્યા છે.
પરિવારના નજીકના સૂત્રોએ જણાવ્યું કે, પીડિતાના ઘરવાળા દીપિકાની આત્મમુગ્ધતાથી ઘણા દુઃખી હતા. એટલા માટે તેમણે રાજાવતને કેસથી હટાવવાનો નિર્ણય કર્યો છે. એક સૂત્રએ એક અંગ્રેજી અખબારને જણાવ્યું હતું કે, તે કેસ પર ધ્યાન આપી રહી નહોતી અને પોતાની જાતને ન્યાય માટે ધર્મયોદ્ધા સાબિત કરવામાં લાગેલી હતી. જ્યારે આ કેસના સમય વિશે પુછવામાં આવ્યું ત્યારે તે બિલકુલ અજાણ હતી. તે આ કેસ માટે મુશ્કેલથી કોર્ટ રૂમમાં આવતી હતી અને દાવો કરતી હતી કે મારા જીવને ખતરો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



