લખનૌ,તા.૨૬
નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં ઉત્તરપ્રદેશમાં જોવા મળેલી હિંસા સમયે થયેલી નુકસાનીની વસૂલાત શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત સમગ્ર યુપીમાં ૧૩૦ લોકોને નોટિસ મોકલવામાં આવી છે. આ લોકો પાસેથી નુકસાની પેટે લગભગ ૫૦ લાખ રૂપિયાની વસૂલાત કરવામાં આવશે. નોટિસમાં કહેવાયું છે કે જો તેઓ વસૂલીની રકમ નહી ચૂકવે તો તેમની સંપત્તિ જપ્ત કરવામાં આવી શકે છે.
યુપીના રામપુરમાં ૨૮ લોકોને નોટિસ ફટકારવામાં આવી છે. જ્યારે સંભલમાં ૨૬, બિજનૌરમાં ૪૩ અને ગોરખપુરમાં ૩૩ લોકોને નોટિસ મોલવામાં આવી છે. રામપુરમાં લગભગ ૧૪.૮ લાખ રૂપિયાની સાર્વજનિક સંપત્તિને નુકસાન થયું છે. તો સંભલમાં ૧૫ લાખ અને બિજનૌરમાં ૧૯.૭ લાખ રૂપિયાનું નુકસાન થયું છે. જ્યારે ગોરખપુરમાં હાલ કેટલી નુકસાન થઈ તેનું આંકલન કરવામાં આવી રહ્યું છે. સીએએના વિરોધ ઉત્તરપ્રદેશના અનેક જિલ્લામાં વિરોધ પ્રદર્શનો થયા હતા જેમાં ૧૭ લોકોના મોત નિપજ્યા હતા જ્યારે અનેક સંપત્તિને નુકસાન થયું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


