લો બોલો…લગ્નની ઉતાવળમાં પરિવાર પરણેતર કન્યાને ટ્રેનમાં ભૂલી માંડવે પહોંચી ગયો!!!

0
129

મુંબઈ,
તા.૨૬/૦૩/૨૦૧૮

નાગપુરથી નાશિક રોડ એક્સપ્રેસમાં ટોઈલેટ ગયેલી કન્યાને પોલીસે સુખરૃપ મંડપે પહોંચાડી

લગ્ન ઘરમાં લેવાયા હોય ત્યારે સૌ કોઈ હાંફળા ફાંફળા થાય એ સ્વાભાવિક છે. પણ અહીં તો દીકરીના લગ્ન માટે નાગપુરથી નાશિક જવા માટે નીકળેલા જાનૈયાઓની ભળતી જ ઉતાવળ થઈ હતી. નાશિક આવતાં જ એટલી ઘાઈ કરી કે પરણેતર છોકરી પોતે જ ટ્રેનમાં રહી ગઈ અને જાનૈયાઓ મંડપ સુધી પહોંચી ગયા. લગ્નના સ્થળે ગયા બાદ અચાનક છોકરી સાથે ન હોવાની જાણ થતાં શોધાશોધ શરૃ થઈ હતી. નાશિક સ્ટેશન આવ્યું ત્યારે છોકરી ટોઈલેટ ગઈ હતી, પણ આ વાત કોઈના ધ્યાનમાં નહીં આવતાં તે નાશિકથી સીધી ઈગતપૂરી પહોંચી હતી. ડબ્બામાં છોકરીને રડતી જાઈને ઈગતપૂરી પોલીસે તેની પૂછપરછ કરી હતી. આખી વાત ધ્યાનમાં આવતાં પોલીસે તેને સહીસલામત મંડપ સુધી પહોંચાડી હતી. નાગપુરના મિરગે પરિવારમાં આ ઘટના બની હતી. ખેતીનો વ્યવસાય કરતા આ પરિવારે રવિવારે બપોરે એક વાગ્યે નાશિક રોડથી રજનીના લગ્ન પ્રસંગે જવા માટે એક્સપ્રેસ ટ્રેન દ્વારા નાશિક રવાના થયા હતા. સવારે સાડા આઠ વાગ્યે ટ્રેન નાશિક રોડ પર આવી હતી. એ પહેલાં રજની બાથરૃમ ગઈ હતી. બીજી તરફ સ્ટેશન આવતાં સામાન ઉતારવાની ઊતાવળમાં કન્યા બાથરૃમમાં હોવાની વાત જ ભૂલાઈ ગઈ અને ત્યાંથી લગ્નમંડપમાં પહોંચ્યા બાદ કન્યા ગાયબ હોવાથી લોકોની દોડધામ થઈ હતી.

બીજી તરફ બાથરૃમમાંથી બહાર આવેલી કન્યાના પણ હોંશ ઉડી ગયા હતા. પરિવારનું કોઈ દેખાતું નહોવાથી તે રડવા લાગી હતી. એટલામાં ઈગતપૂરી સ્ટેશન આવતાં જ પોલીસે સામાનની ચેકિંગ શરૃ કર્યું હતું. એ દરમ્યાન કોન્સ્ટેબલોનું રડતી રજની તરફ ધ્યાન ગયું હતું. તેને પૂછપરછ કરતાં હકીકત જણાઈ હતી. તેણે આપેલા મોબાઈલ ફોનનંબર પર સંપર્ક સાધીને કન્યાની માહિતી આપી હતી. કન્યા સલામત હોવાથી પરિવારજનોના જીવમાં જીવ આવ્યો અને તેને લેવા માટે ઉપડયા હતા. પોલીસની સતર્કતાને લીધે લગ્નના અડધા કલાક પહેલાં જ મંડપમાં હાજર થઈ જતાં બધાના શ્વાસ નીચે બેઠા હતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY