લોકસભા ચૂંટણી : આજે ભાજપના પ્રદેશ હોદ્દેદારોની બેઠક યોજાશે

0
9

ગાંધીનગર,તા.૧૪
આગામી લોકસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે સોમવારે ભાજપના પ્રદેશ હોદ્દાદારોની બેઠક યોજાશે. પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીના અધ્યક્ષ સ્થાને બેઠક મળશે.
આ બેઠકમાં આગામી કાર્યક્રમો, લોકસભાની ચૂંટણી અને સંગઠન બાબતે અંગે ચર્ચા થશે. આ બેઠકમાં પ્રદેશ હોદ્દેદારો, જિલ્લા પ્રભારીઓ સહિતના આગેવાનો હાજર રહેશે.
ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને નજીકના જ ભવિષ્યમાં ચૂંટણી આવનારી છે. ભાજપે અગાઉથી જ તૈયારીઓ આરંભી છે, જેના ભાગરૂપે આજરોજ એક ખાસ બેઠકનું આયોજન ગાંધીનગર ખાતે કરવામાં આવેલ છે. આ બેઠકમાં ૨૦૧૯ માટેની પૂર્વ તૈયારીઓ અંગે ખાસ ચર્ચા કરવામાં આવશે.
ગુજરાતના ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીના અધ્યક્ષ સ્થાને મળનારી આ બેઠકમાં પ્રદેશ હોદ્દેદારો, જિલ્લા પ્રભારીઓ સહિતના આગેવાનોને ખાસ હાજર રહેવાની સુચના આપવામાં આવી છે. આ સાથે જ સોમવારે યોજાનાર આ બેઠકમાં આગામી લોકસભાની ચૂંટણી અંગે ખાસ રણનીતિ તૈયાર કરવામાં આવશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY