ત્રણ ચાર મહિને અપાતા બીલો દર મહિને અપાય તો ગરીબ વ્યક્તિ ઓ ફાયદામાં રહે એવી માંગ સાથે જાગૃત મહિલાઓ એ રજુઆત કરી.
રાજપીપલા:
રાજપીપલા શહેર માં ઘણા સમય થી બે ત્રણ મહિને લાઈટ બિલ ફળાતાં હોય મધ્યમ અને ગરીબ વર્ગ પર બિલ નું ભારણ વધતા રાજપીપલા ની કેટલીક જાગૃત મહિલાઓ એ આ બાબતે નર્મદા કલેક્ટર ને આવેદન પત્ર આપી દર મહિને નિયમિત લાઈટ બીલો અપાય એવી માંગ સાથે આવેદન આપી રજુઆત કરી હતી.
મહિલા અગ્રણી શબાાનાબેન આરબની આગેવાની હેઠળ રાજપીપલા ની કેટલીક જાગૃત મહિલાઓ એ આજે નર્મદા કલેક્ટર ને આવેદન આપી જણાવ્યું હતું કે રાજપીપલા માં ખાસ મધ્યમ અને ગરીબ પરિવારો વધુ પ્રમાણ મા હોય ત્યારે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ઘણા સમય થી લાઈટ બીલો ઘણા મોડા અપાતા હોવાથી યુનિટ દીઠ ભાવ વધતા ગરીબ ગ્રાહકો માટે ભારે થઈ પડે છે ત્યારે અમુક લોકોના લાઈટ બીલો તો ત્રણ ચાર મહિને પણ આવતા હોવાથી એમના માથે દેવું થઈ રહ્યું છે આમ તો મોટા શહેરો માં પણ આજ દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા દર મહિને બીલો આપવામાં આવે છે ત્યારે નર્મદા જેવા પછાત આદિવાસી વસ્તી ધરાવતા જિલ્લા માં કેમ બીલો મોડા આપવામાં આવે છે માટે દર મહિને બીલો દરેક ગ્રાહકોને નિયમિત મળે એ બાબતે વીજ કંપનીના અધિકારીઓ નું ધ્યાન દોરવા કલેક્ટર ને રજુઆત કરવામાં આવી હતી.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,
મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





