ત્રણ વેપારીઓએ ધમકી આપતા પોલીસી ફરિયાદ
સુરત, તા. ૧૮
રૂ. ૧૦.૨૭ લાખની કિંમતની સાડી ખરીદયા બાદ પેમેન્ટ કરવાને બદલે ઉઘરાણી કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ વેપારીએ સલાબતપુરા પોલીસ સ્ટેશને નોંધાવી હતી.
સલાબતપુરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મજૂરાગેટ સાતમ એપાર્ટમેન્ટમાં રહેતા લલીતકુમાર ગોઠીએ આરોપી સંજયકુમાર ઉર્ફે સેધાભાઈ પટેલ (દિવ્ય) ક્રિએશન ઉધના, સુરેશ પાથારામ પુરોહિત (રિધ્ધિ સિધ્ધિ ક્રિએશન કોહિનુર માર્કેટ) મનીષકુમાર જૈન વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ બે વેપારી આરોપીએ આરોપી મનીષકુમાર અને મારફતે ફરિયાદી લલીતકુમાર પાસેથી રૂ. ૧૦, ૨૭, ૫૬૨ની કિંમતની સાડીનો જથ્થો ખરીધ્યો હતો. પેમેન્ટ પેટે આપેલાં ચેકો રિટર્ન થતા ફરિયાદીએ પેમેન્ટની ઉઘરાણી કરતા આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સલાબતપુરા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




