ધોની સુપરસ્ટાર છે અને સર્વકાલિન મહાન ક્રિકેટર પણઃ લેંગર

0
6

મેલબર્ન,તા.૧૯
ઓસ્ટ્રેલિયાના કોચ જસ્ટીન લેંગરે શુક્રવારે ભારત સામે વનડે ક્રિકેટ સિરીઝ હાર્યા બાદ મહેન્દ્ર સિંહ ધોનીના વખાણ કરતા તેને સુપરસ્ટાર અને સર્વકાલિન મહાન ક્રિકેટરોમાંથી એક ગણાવ્યો હતો. ધોનીએ ત્રીજી વનડે મેચમાં ૧૪૪ બોલમાં અણનમ ૮૭ રન બનાવ્યા, જેની મદદથી ભારતે ૭ વિકેટે જીત મેળવીને સિરીઝ ૨-૧થી પોતાના નામે કરી હતી.
લેંગરે મેચ બાદ પત્રકારોને કહ્યુ, ધોની ૩૭ વર્ષનો છે પરંતુ વિકેટો વચ્ચે તેની દોડ અને ફિટનેસ ગજબની છે. સતત ત્રણ દિવસ વિકેટો વચ્ચે દોડવુ એ પણ ૪૦ ડિગ્રી તાપમાનમાં આ રી રીતે બેટિંગ કરવી. તે રમતનો સુપરસ્ટાર છે જે ઓસ્ટ્રેલિયન ક્રિકેટરોએ બનવાનો પ્રયત્ન કરવો જાઈએ.
તેણે કહ્યુ, એમએસ ધોની, વિરાટ કોહલી અને ટેસ્ટમાં ચેતેશ્વર પૂજારા. આ તમામ આદર્શ છે. એમએસ ધોનીનો રેકોર્ડ કેપ્ટન તરીકે, બેટ્‌સમેન અને વિકેટકીપર તેની ક્ષણતા દર્શાવે છે. તે મહાન ક્રિકેટર છે અને આવા ખેલાડીઓ વિરુદ્ધ હારવું દુખદ છે પરંતુ તેની વિરુદ્ધ રમવું ગર્વની વાત છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY