આણંદ,તા.૧૯
એક ગીર ઓલાદનું અને બીજુ શાહિવાલ ઓલાદનું એમ બે વાછરડાંને ઈન વીટ્રો ફર્ટીલાઈઝેશન વડે જન્મ આપવામાં નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડે (એનડીડીબી) આણંદમાં સ્થાપેલા અદ્યતન એકમને સફળતા હાંસલ થઈ છે. ગર્ભને ફલિત કરવાની આ પ્રણાલીને માનવજાત સામાન્ય રીતે ટેસ્ટ ટયુબ બેબી તરીકે ઓળખે છે.
આ ટેકનિકમાં ઉચ્ચ ઓલાદની ખૂબ વધારે જથ્થામાં દૂધ આપતી હોય તેવી ગાયોને પસંદ કરવામાં આવે છે. આવી પસંદ કરાયેલી ગાયોને ડોનર કાઉ તરીકે ઓળખવામાં આવે છે. આવી પસંદગીની ડોનર ગાયોના ગર્ભાશયમાંથી રજઃપિંડ (ગર્ભ બીજ) લેવામાં આવે છે, જેને ઓવમ પિકઅપ તરીકે ઓળખવામાં આવે છે. આ રીતે એકત્ર કરાયેલા રજઃપિંડને ઉચ્ચ ઓલાદના આખલાના વિર્ય સાથે ફલિત કરવામાં આવે છે. પ્રયોગ શાળામાં આ પ્રક્રિયા ૭ દિવસ સુધી વિકસવા દીધા પછી આવા ગર્ભને ઓછુ દૂધ આપતી ગાય (સરોગેટ માતા)ના ગર્ભાશયમાં તબદીલ કરવામાં આવે છે. નવ માસના ગર્ભધારણ પછી વાછરડાને જન્મ આપે છે. બે-ત્રણ સપ્તાહ પછી ગર્ભબીજ એકત્ર કરવામાં આવે છે અને ગર્ભને લોબોરેટરીઓમાં વિકસિત થવા દેવા માટે એક વર્ષમાં ઘણીવાર મોકલવામાં આવે છે.
સામાન્ય રીતે એક ગાય વર્ષમાં એક વાછરડાને જન્મ આપતી હોય છે. પરંતુ આ ટેકનિક વડે આ પ્રક્રિયાનું ઘણી વાર પુનરાવર્તન કરવામાં આવે છે. સામાન્ય રીતે ગાય એક વર્ષમાં એક વાછરડાને જન્મ આપે છે પણ આ પ્રક્રિયા વડે ઉચ્ચ ઓલાદની ગાય વડે ૨૦ થી ૨૫ વાછરડાં મેળવી શકાય છે. આ ટેકનોલોજી વડે ઉચ્ચ ઓલાદની ગીર, શાહિવાલ, રેડ સીંધી, અને થરપારકર જેની ગાયોની સંખ્યામાં અનેક ગણો વધારો કરી શકાય તેમ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




