આર્જેન્ટિનાની જીતથી મેરેડોના બેકાબૂ, કર્યો અભદ્ર ઈશારો

0
91

ખુશી મનાવી રહેલા લીજેન્ડરી ફૂટબોલરની તબિયત પણ લથડી

ફૂટબોલ વર્લ્ડકપમાં નાઈજીરિયાને હરાવીને આર્જેન્ટિનાએ વર્લ્ડ કપના નોકઆઉટ સ્ટેજમાં પ્રવેશનારી અંતિમ 16 ટીમોમાં પોતાની જગ્યા બનાવી લીધી છે.

મંગળવારે ભારતીય સમય પ્રમાણે મધરાતે રમાયેલી આ મેચમાં આર્જેન્ટિનાનો મહાન ફૂટબોલ પ્લેયર ડીએગો મેરેડોના પણ મોજુદ હતો.તેણે આખી મેચ નિહાળી હતી અને એક તબક્કે મેરેડોના એટલા ઉત્સાહમાં આવી ગયો હતો કે ગેલેરીમાંથી તે પડી ના જાય તે બીકે સિક્યુરિટી ગાર્ડે તેને પકડી રાખવો પડ્યો હતો.

આર્જેન્ટિના મેચ જીત્યા બાદ તેણે પ્રેક્ષકો તરફ જોઈને અભદ્ર ઈશારો પણ કર્યો હતો.જે સ્ટેડિયમના લાઈવ કવરેજ કરી રહેલા કેમેરામાં પણ ઝીલાયો હતો.જોકે એ બાદ મેરેડોનાની તબીયત પણ બગડી હતી.

તેનુ સ્ટેડિયમમાં જ ચેકઅપ પણ કરવામાં આવ્યુ હતુ

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY