ન્યુ દિલ્હી,
તા.૧૬/૦૩/૨૦૧૮
આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જા ન મળતાં ટીડીપી એનડીએમાંથી અલગ
બ્રેક જનતા પ્રોમિસ : ટીડીપી નેતાઓ ડીપીના સાંસદોએ મહાત્મા ગાંધીની પ્રતિમા સામે વિરોધ પ્રદર્શન કર્યું, કેન્દ્રની મોદી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચારા કરતા એનડીએથી તલાક-તલાક-તલાકના નારા પોકાર્યા
મોદી સરકારને કેન્દ્રમાં લગભગ ૪ વર્ષ થઈ રહ્યા છે અને હવે આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓ પણ ચાલુ થઈ ગઈ છે. પરંતુ આ દરમિયાન મોદી સરકાર માટે વિપક્ષી અને સાથી દળો મુસીબતનું કારણ બની રહ્યા હોય એવું લાગી રહ્યું છે. આ દરમિયાન ચંદ્રબાબૂ નાયડૂની ટીડીપી એનડીએથી અલગ થઈ ગઈ છે. આંધ્ર પ્રદેશને વિશેષ દરજ્જો ન મળવાથી નારાજ ટીડીપીએ શુક્રવાર સવારે આ મોટો નિર્ણય લીધો છે. દિલ્હીમાં બીજેપીએ ગઠબંધન તોડવાની જાહેરાત કરતા ટીડીપી નેતાઓએ કહ્યું કે, બીજેપીનો અર્થ છે ‘બ્રેક જનતા પ્રોમિસ.’
ટીડીપી સાંસદ થોટા નરસિમ્હને આ વાતનો ખુલાસો કરતા કહ્યું છે કે, પાર્ટી સરકાર વિરુદ્ધ સોમવારે સાંસદમાં અલગથી એક પ્રસ્તાવ મુકશે. તે પહેલાં વાયએસઆર કોંગ્રેસ પણ સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવાની વાત કહી ચુકવ્યું છે.
ટીડીપીનો આ નિર્ણય ત્યારે આવ્યો છે જ્યારે લોકસભા ચૂંટણીને એક વર્ષની જ વાર છે. નોંધનીય છે કે, આ વિશે ટીડીપીના બે મંત્રીઓએ ગયા સપ્તાહે કેબિનેટમાંથી રાજીનામું આપ્યું છે.
એનડીએ ગઠબંધનથી અલગ થયા બાદ ટીડીપીના સાંસદોએ આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માગણી સાથે સંસદમાં જારદાર પ્રદર્શન કરવાનું શરૂ કર્યું હતું. ટીડીપીએ સંસદના પરિસરમાં મહાત્મા ગાંધીની પ્રતિમાની સામે વિરોધ પ્રદર્શન કરતા ન્યાયની માગણી કરતા સૂત્રોચ્ચાર કર્યા હતા. એટલું જ નહીં, ટીડીપીના સાંસદોએ ભાજપની આગેવાનીવાળી કેન્દ્રની મોદી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચારા કરતા એનડીએથી તલાક-તલાક-તલાકના નારા પોકાર્યા હતા.
મહત્વપૂર્ણ છેકે ટીડીપી આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યના દરજ્જાની માગણી પર અડગ છે. બજેટ સત્રની શરૂઆતથી જ ટીડીપી સંસદમાં આવી માગણીને લઈને પ્રદર્શન કરી રહી છે. સંસદની અંદર પર ટીડીપીના સાંસદોએ પોતાની માગણીઓને લઈને કાર્યવાહીને બાધિત કરી છે. સંસદ અને સંસદની બહાર પાર્ટી તરફથી પ્રદર્શન થઈ રહ્યું છે. આ માગણી પર ટીડીપીને અન્ય પક્ષોનો સાથ પણ મળી રહ્યો છે.
અમરાવતીમાં આયોજિત પોલિત બ્યૂરોની બેઠકમાં ચંદ્રાબાબુ નાયડુએ પોતાના સાંસદો સાથે ટેલિકોન્ફરન્સંગ દ્વારા કહ્યું હતું કે તેઓ આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાના મુદ્દા પર દિલ્હીમાં એનડીએ સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે. ટીડીપીના ૧૬ સાંસદોએ એનડીએમાંથી પોતાના સમર્થન વાપસીની ઘોષણા કરી છે. આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાના મુદ્દા પર ટીડીપી અને વાઈએસઆર કોંગ્રેસ સતત ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર પર દબાણ બનાવી રહી છે.
આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો અપાવવાના મુદ્દા પર દિલ્હીમાં એનડીએ સરકાર વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવાનું એલાન પણ ચંદ્રાબાબુ નાયડુએ ટીડીપી સાંસદો સાથેના ટેલિકોન્ફરન્સંગ સંવાદના અંતે કર્યું છે. મહત્વપૂર્ણ છે કે આના પહેલા આઠમી માર્ચે ટીડીપીના બે પ્રધાનોએ એનડીએની સરકારમાંથી રાજીનામું આપ્યું હતું.. જા કે તેમ છતાં પાર્ટીએ કહ્યું હતુ તેઓ કેન્દ્ર સરકારને પોતાનું સમર્થન આપવાનું ચાલુ રાખશે.
તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ અને પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ ટીડીપીના નિર્ણયનું સ્વાગત કર્યું છે અને તમામ પક્ષોને સાથે મળીને કામ કરવાની જરૂર હોવાનું પણ જણાવ્યું છે. મમતા બેનર્જીએ દેશને તબાહીથી બચવાની જરૂરત હોવાનું અને રાજનીતિને અસ્થરતાથી બચવાની જરૂર હોવાનું જણાવ્યું છે. તમામ પક્ષોના સાથે મળીને કામ કરવાની જરૂર હોવાનું જણાવ્યું છે.
ચંદ્રાબાબુ નાયડુ સાથે એક ટેલિકોન્ફરન્સંગ દ્વારા ટીડીપી પોલિત બ્યૂરોએ સર્વસંમતિથી એનડીએ છોડવાનો નિર્ણય કર્યો છે. ટીડીપી પોલિત બ્યૂરોની એનડીએ છોડવાની બેઠક શુક્રવારે સાંજે થવાની હતી. પરંતુ ચંદ્રાબાબુ નાયડુએ પાર્ટીના નેતાઓ સાથે શુક્રવારે સવારે જ દૈનિક ટેલિકોન્ફરન્સંગમાં જ ઔપચારીકતાઓ પૂર્ણ કરી લીધી હતી. ટીડીપીના સત્તાવાર નિવેદન મુજબ કહેવામાં આવ્યું છે કે ટીડીપી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને એનડીએના અન્ય ઘટક દળોને પોતાના નિર્ણય અને તેના કારણોની જાણકારી પત્ર લખીને કરશે.
લોકસભામાં સરકાર વિરુદ્દ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરવા માટે ગૃહમાં પચાસ સાંસદોના ટેકાની જરૂર હોય છે. ટીડીપી પાસે લોકસભામાં ૧૬ સાંસદો છે. જ્યારે વાઈએસઆર કોંગ્રેસ પાસે નવ સાંસદો છે.. આમ આંધ્રપ્રદેશની બે પાર્ટીઓ વચ્ચે કુલ ૨૫ સાંસદો છે.. પરંતુ કોંગ્રેસ, ડાબેરીઓ અને અન્ય પક્ષોના સાથ આપવાને કારણે અવિશ્વાસ પ્રસ્તાવ માટે જરૂર કરતા વધારે વધારે સાંસદોનું સમર્થન હશે. કોંગ્રેસની પાસે
લોકસભામાં ૪૮ સાંસદો છે. એઆઈએડીએમકાના ૩૭, સીપીએમના નવ અને એઆઈએમઆઈએમના એક સાંસદનો સાથ છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"