શ્રીનગર,તા. ૨૯
વારંવાર વરસાદ અને ખરાબ હવામાન હોવા છતાં અમરનાથ યાત્રા શાંતિપૂર્ણ રીતે જારી છે. શ્રદ્ધાળુઓમાં પ્રતિકુળ સંજાગો હોવા છતાં ભારે ઉત્સાહ જાવા મળી રહ્યો છે. આ વખતે મોદી સરકારે સૌથી વધારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. સુરક્ષા પાસાને લઇને શ્રદ્ધાળુઓ સંતુષ્ટ દેખાઇ રહ્યા છે. સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે અમરનાથ યાત્રા માટે શ્રદ્ધાળુઓનો પ્રથમ કાફલો બુધવારના દિવસે સવારે જમ્મુથી બાલતાલ અને બેઝ કેમ્પ માટે રવાના થયો હતો. ૬૦ દિવસની આ યાત્રામાં આ વખતે અઢી લાખથી વધુ શ્રદ્ધાળુઓ નોંધણી કરાવી ચુક્યા છે. અમનારથ યાત્રા ૨૬મી ઓગસ્ટ સુધી ચાલનાર છે. અમરનાથ યાત્રીઓની સંખ્યામાં પહેલાની સરખામણીમાં વધારો થાય તે માટે આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે ગંભીરરીતે ધ્યાન આપી રહ્યા છે. બે લાખથી વધુ શ્રદ્ધાળુઓ પહેલાથી જ નોંધણી કરાવી ચુક્યા છે. બાલતાલ અને પહેલગામથી અમરનાથની પવિત્ર ગુફા સુધી પહોંચવાના બે રસ્તાઓ છે. આ બનંને રસ્તા શ્રીનગરથી ખૂબ સારી રીતે જાડાયેલા છે. મોટાભાગે શ્રદ્ધાળુ શ્રીનગરથી પોતાની યાત્રા શરૂ કરે છે. પહેલગામથી અમરનાથની પવિત્ર ગુફા ૪૮ કિલોમીટરના અંતરે છે જ્યારે બાલતાલથી પવિત્ર ગુફા ૧૪ કિલોમીટરના અંતરે છે. બાલતાલ રૂટથી અમરનાથ ગુફા સુધી સરળતાથી અને ઓછા સમયમાં પહોંચી શકાય છે પરંતુ આ રસ્તો ખૂબ જ મુશ્કેલરૂપ છે. જેથી મોટી વયના લોકો આ રૂટનો ઉપયોગ કરી શકતા નથી. પહેલગામ અમરનાથ માટે ઐતિહાસિક અને જુના માર્ગ તરીકે છે. આ રૂટથી ગુફા સુધી પહોંચવા ત્રણ દિવસ લાગે છે.અમરનાથ યાત્રામાં પ્રથમ વખત ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે. ગૃહ મંત્રાલયે યાત્રા માર્ગમાં જમ્મુ-કાશ્મીર પોલીસની સાથે સાથે ૬૦ હજારથી વધુ જવાનોની તૈનાતી કરી છે.
પ્રથમ વખત અમરનાથ યાત્રીઓની સુરક્ષા માટે ખાસ ડ્રોન કેમેરા ગોઠવી દેવાયા છે. જમ્મુથી કેમ્પ માટે રવાના થનાર શ્રદ્ધાળુઓના દરેક જથ્થાની સાથે આશરે ૧૫ બટાલિયન ફોર્સ અને ૯૦ ડ્રોન કેમેરા ગોઠવી દેવામાં આવ્યા છે. એક જથ્થામાં ૫૦ કેમેરા રાખવામાં આવ્યા છે. શ્રીનગરથી રવાના થનાર દરેક જથ્થામાં શ્રદ્ધાળુઓની સંખ્યાના આધાર ઉપર ૧૦થી ૧૫ બટાલિયન ફોર્સને તૈનાત કરવામાં આવી છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"




