મનરેગાના કામો નિહાળવા કરતા ડીડીઓ ગામે ગામ કેટલા પૂર્ણ અને કેવીરીતે થયા તેની ચકાસણી કરે તો ઘણુંબધુ નીકળે તેવી ગ્રામજનોની માંગ
તિલકવાડા તાલુકામાં વ્યાપક ગોટાળા ડીડીઓ તપાસ કરે એવી લોક માંગ ઉઠી
રાજપીપળા : નર્મદામાં દર વર્ષે કરોડોના કામો નરેગા હેઠળ થાય છે તેમ છતાં કોઈને ફાયદો થયો હોય તેવો કિસ્સો સામે આવ્યો નથી કેમકે વર્ષોથી નરેગાના કામોમાં જેસીબીનો ઉપયયોગ થતો આવ્યો છે અને કોન્ટ્રાકટરો દ્વારા સીધા રસ્તા સહીત અનેક કામો કરી દેવામાં આવે છે અગાવ વર્ષો પહેલા તો જોબ કાર્ડ પર જમા થયેલા રૂપિયા ગામના સરપંચ કોન્ટ્રાક્ટરો ડંડો લઇ ગ્રામજનો પાસેથી ઉઘરાવતા હોવાના અહેવાલો સામે આવ્યા છે ત્યારે આ પ્રથમ ડીડીઓ છે કે જેમને ઓચિંતી વિઝીટ કરી પરંતુ તેમને જે વિઝીટ બતાવવામાં આવી તે કરતા જો ડીડીઓ ખરેખર આ નરેગાનો ઇતિહાસ ભૂગોળ તપાસે તો આમાં ઘણું નીકળે એમ છે તિલકવાડા તાલુકાથી શરૂઆત કરે તો ત્યાં પણ નરેગામાં તપાસ જરૂરી બની છે.
નર્મદા જિલ્લા વિકાસ અધિકારી ડૉ. જીન્સી વિલીયમે તાજેતરમાં જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના ઝરવાણી ગામે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના હસ્તક મનરેગા યોજના હેઠળ ચાલી રહેલા કામોની આકસ્મિક મુલાકાત લઇ આ અંતરિયાળ વિસ્તારમાં રમિકો ્વારા થઇ રહેલા રસ્તાના બે કામોનું બારીકાઇથી નિરીક્ષણ કર્યું હતું અને અહીંના કુટુંબો રોજગારી માટે શું કરે છે ? મનરેગામાં શ્રમિકોને રોજગારીમાંથી નાણાં કેટલા દિવસમાં મળે છે અને આ યોજનાથી કેટલા દિવસમાં મળે છે અને આ યોજનાથી ઝરવાણી ગામમાં કેટલો ફાયદો થયો છે અને વર્ષ દરમિયાન કેટલા દિવસની રોજગારી શ્રમિક લાભાર્થીઓને અહીં મળેલ છે તે અંગે શ્રમિકો સાથે વાર્તાલાપ કરી જરૂરી જાણકારી મેળવી હતી.
બોક્ષ : મનરેગા હેઠળ મહત્તમ લાભ માટે લાભાર્થી શ્રમિકોને પ્રોત્સાહિત કરતાં ડીડીઓ
મનરેગા હેઠળ ગામના શ્રમિક લાભાર્થીઓ વધુને વધુ લાભ લે તે માટે ડૉ. વિલીયમે શ્રમિકોને પ્રોત્સાહિત કર્યાં હતાં. જિલ્લા વિકાસ અધિકારી ડૉ. જીન્સી વિલીયમે ઝરવાણી ગામની પ્રાથમિક શાળા-આંગણવાડી કેન્દ્રની મુલાકાત લઇ અહીં અપાતા ભોજન, સ્વચ્છતા અને પ્રાથમિક શિક્ષણ કેવી રીતે અપાય છે તે અંગે પણ નિરીક્ષણ કર્યું હતું.આ મુલાકાત દરમિયાન પ્રાથમિક શાળા આંગણવાડી કેન્દ્રમાં સરકારના ધારાધોરણ મુજબના ભોજન અને શિક્ષણ પધ્ધતિ બદલ સંતોષની લાગણી વ્યક્ત કરી હતી. પરંતુ જો મેડમ એકલા જઈ ને તપાસ કરે જે અધિકારીઓ બતાવે તેવું નહિ જાતે શોધખોળ કરે તો આમાં ઘણું નીકળે તેમ છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





