સિદ્ધાર્થ સંઘવીની હત્યાનું ચોંકાવનારનું તથ્ય સામે આવ્યુ
મુંબઈ,તા.૧૧
HDFC બેંકના વાઈસ પ્રેસિડેંટ સિદ્ધાર્થ સંઘવીની હત્યાનું ચોકાવનારૂ તથ્ય સામે આવ્યું છે. હત્યારા સરફરાઝ શેખે માત્ર EMI ચુકવવાના નજીવા મુદ્દે સંઘવીની હત્યા કરી નાખી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે ૨૬ વર્ષીય શેખે માત્ર ૩૦ હજાર રૂપિયાનો EMIને લઈની સંઘવીની હત્યા કરી નાખી હતી.
આરોપી શેખને મુંબઈના ભોઈવાડાના મેજિસ્ટ્રેટ સમક્ષ રજુ કરવામાં આવ્યો ત્યારે તેને શું એ કંઈ કહેવા માંગે છે? તો શેખે પોતાનો હાથ ઉંચો કરી વિટનેસ બોક્સમાં જઈને ઉભો રહી ગયો. ત્યાર બાદ શેખે હત્યાનું કારણ જણાવ્યું હતું. શેખે કહ્યું હતું કે, હા, મેં જ સંઘવીની હત્યા કરી છે. આ મારી ભયંકર ભૂલ હતી. શેખે જણાવ્યું હતું કે, તેણે મોટરસાઈકલ ખરીદવા લોન લીધી હતી. છેલ્લા ૨-૩ મહિનાથી તે લોન ચુકવી શકતો નહોતો, ત્યારે તેને સંઘવીને લૂંટી લેવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ ઉતાવળમાં તેની હત્યા જ કરી નાખી.
શેખે પોલીસને જણાવ્યું હતું કે, તેને પૈસાની ખુબ જ જરૂર હતી. માટે તેણે લૂંટનો પ્લાન બનાવ્યો હતો. તેને હતું કે, સંઘવી પાસેથી તેને ૩૦,૦૦૦ હજાર જેટલા રૂપિયા મળી જશે.
ઉલ્લેખનીય છે કે, ગત બુધવારથી HDFCના વાઈસ પ્રેસિડેંટ સિદ્ધાર્થ સંઘવી ગાયબ હતાં. ગઈ કાલે સોમવારે કલ્યાણના હાજી મંગલ વિસ્તારમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




