IND VS NZ : બીજી વનડે મેચમાં હળવદની દીકરી હનાહ રાવલ ટોસ ઉછાળશે

0
671

હળવદ મૂળનો રાવલ પરિવાર ન્યુઝીલેન્ડમાં થયો છે સ્થાયી

ક્રિકેટની રમત સમગ્ર દેશમાં લોકપ્રિય છે અને ભારતની ટીમ જયારે વિદેશી ધરતી પર રમવા પહોંચી હોય ત્યારે ક્રિકેટપ્રેમીઓનો લાઈવ મેચ નિહાળવા માટે ગમે તેમ કરીને સમય કાઢી લેતા હોય છે ત્યારે હાલ ભારત ન્યુઝીલેન્ડના પ્રવાસે છે જેની પ્રથમ ટેસ્ટ મેચ જીતી ભારતે સરસાઈ પ્રાપ્ત કરી છે ત્યારે ગુજરાતીઓ માટે બીજા ખુશી સાથે ગર્વના સમાચાર મળી રહ્યા છે જેમાં બીજી વનડે મેચમાં હળવદ મૂળના રાવલ પરિવારની દીકરી ટોસ ઉછાળશે

મૂળ હળવદના વતની અને વર્ષ ૨૦૦૭ થી ન્યુઝીલેન્ડમાં સ્થાયી થયેલા નિલયભાઈ રાવલ ન્યુઝીલેન્ડની સીટીઝનશીપ ધરાવે છે તેઓ હાલ ન્યુઝીલેન્ડમાં બિઝનેશ કરી રહ્યા છે તેની દીકરી હનાહનો જન્મ ૨૦૧૦ માં થયો હતો અને માત્ર નવ વર્ષની દીકરીએ ANZ બેંકની કોમ્પીટીશનમાં ભાગ લીધો હતો જેમાં તે વિજેતા બની છે અને આ બેંક હાલ ન્યુઝીલેન્ડમાં રમાઈ રહેલી વનડે સીરીઝમાં મુખ્ય સ્પોન્સર છે જેથી હનાહ રાવલને ટોસ ઉછાળવાનો સોનેરી અવસર પ્રાપ્ત થયો છે

મૂળ ગુજરાતના મોરબી જીલ્લાના હળવદના વતની એવા ધનશ્યામભાઈ રાવલ પરિવારની દીકરી હનાહ રાવલ ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે યોજાનાર બીજી વનડે મેચમાં ટોસ ઉછાળશે અને હળવદ પંથક તેમજ મોરબી જીલ્લા સાથે સમગ્ર દેશના નાગરિકો ગર્વની અનુભૂતિ કરશે ત્યારે પ્રથમ વનડે મેચની જીતની ખુશી બેવડાઈ જવાની છે અને બીજી વનડે મેચ નિહાળવા તૈયાર ક્રિકેટ રસિકોને કોઈન ટોસ સમયે જ અનેરો આનંદ અને ખુશી પ્રાપ્ત થશે તેમાં બેમત નથી.

મયુર રાવલ હળવદ
મો 9909458555

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY