અલ્પેશની સેનામાં ભાગલા, નારાજ લોકોએ બનાવ્યું ‘રોયલ ઠાકોર સેના’ સંગઠન

0
23

અમદાવાદ,તા.૨૩
ઉત્તર ગુજરાતમાં સારું પ્રભુત્વ ધરાવતા ઠાકોર સેનામાં હવે ભાગલા પડી ગયા છે, ઠાકોર સમાજના પ્રમુખ અલ્પેશ ઠાકોરથી તેમના જ સમાજના કેટલાક લોકો નારાજ હતા, આ નારાજ લોકોએ હવે અલજ જ સંગઠન બનાવી અલ્પેશ ઠાકોર સામે કેટલાક આકરા પ્રહારો કર્યા હતા.
પોતાના જ સમાજ દ્વારા છેલ્લા કેટલાક સમયથી અલ્પેશ ઠાકોરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ વિરોધને કારણે હવે ઠાકોર સેનામાં બે ભાગ પડી ગયા છે. અલ્પેશ ઠાકોરથી નારાજ લોકોએ રોયલ ઠાકોર સેના નામના નવા સંગઠનની જાહેરાત કરી છે, આ સંગઠનના પ્રમુખ તરીકે રમેશજી ઠાકોરની વરણી પણ કરવામાં આવી છે.
નવા સંગઠનના પ્રમુખ રમેશજી ઠાકોરે મીડિયા સાથેની વાતચિતમાં સ્પષ્ટ કહ્યું કે અલ્પેશ ઠાકોરથી તેઓ નારાજ છે. એટલું જ નહીં તેઓએ કહ્યુંકે અલ્પેશ ઠાકોર માત્ર રાજનીતિ કરે છે, તેઓ કોંગ્રેસમાં ગયા પછી તેઓને રાજકારણથી લેવાદેવા છે, સમાજ સાથે તેઓને કોઇ લેવાદેવા નથી.
રમેશજી ઠાકોરે કહ્યું કે આગામી દિવસોમાં તેઓ ગુજરાતભરમાંથી નવા હોદ્દેદારોની નિમણૂક કરશે. જિલ્લા અને તાલુકા સંગઠનની નિમણૂક કરવામાં આવશે. અમે ઘણા મુદ્દાઓને લઇને આગળ વધીશુ. સમાજને સંગઠિત, વ્યસનમુક્ત, શિક્ષિત અને સરકારના લાભો મળે તેવા કામ કરીશું. હાલ કોઇ સામે લડાઇ નથી, માત્ર સમાજના કામો પર જ ધ્યાન આપીશું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY