રાજપપીપળામાં મતદાર જાગૃત્તિ અંતર્ગત “Walk for vote” રેલી યોજાશે

0
34

રાજપીપળા : ભારતના ચૂંટણીપંચ દ્વારા જાહેર થયેલા લોકસભા સામાન્ય ચૂંટણીઓ-૨૦૧૯ ના કાર્યક્રમ અન્વયે તા.૨૩ એપ્રિલ, ૨૦૧૯ ના રોજ નર્મદા જિલ્લામાં યોજાનારા મતદાન અંતર્ગત નર્મદા જિલ્લાની જનતા વધુમાં વધુ મહત્તમ મતદાન કરે તેવા હેતુસર જનજાગૃત્તિ કેળવવાના આશયથી તા.૨૦ મી એપ્રિલ, ૨૦૧૯ ને શનિવારના રોજ સવારે ૧૦-૦૦ કલાકે પ્રાંત કચેરી, રાજપીપળાના પ્રાંગણથી ટાઉન હોલ સુધી મતદાર જાગૃત્તિ રેલી “Walk for vote” નું આયોજન કરાયું છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર આઇ.કે. પટેલ આ રેલીને પ્રસ્થાન કરાવશે, જેમાં સરકારી અધિકારીઓ / કર્મચારીઓ વગેરેને મોટી સંખ્યામાં ભાગ લેવા નર્મદા જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY