ભરૂચના વરેડિયા નજીક ટેમ્પો ટ્રક પાછળ ઘૂસી જતા બે ના મોત

0
11

ભરુચ,તા.૨૨
ભરૂચ તાલુકાના વરેડિયા નજીક ટેમ્પો ટ્રક પાછળ ઘૂસી જતા બે ના કરૂણ મોત નિપજયા હતા. ને.હાઇવે નંબર ૪૮ પર આવેલા ભરૂચ તાલુકાના વરેડિયા ગામ નજીક આગળ ચાલી રહેલી ટ્રક પાછળ એક ટેમ્પો ઘૂસી જતા બે ઇસમોના કરૂણ મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી.
પોલીસ સુત્રીય માહિતી અનુસાર ને.હાઇવે પર ભરૂચના વરેડિયા ગામ નજીક આવેલી હોટલ બલવાસા સામે શુક્રવારે વહેલી સવારે ટેમ્પો નંબર જીજે – ૧૬ – એયુ ૬૩૦૧ ના ચાલકે આગળ ચાલી રહેલી ટ્રક નંબર જીજે – ૧૨ – બીટી ૭૦૯૬ માં ટેમ્પો ઘૂસી જતા સર્જાયેલા અકસ્માતમાં ટેમ્પોમાં બેસેલા બે ઇસમો કે જેના નામ સરનામા જાણવા મળ્યા નથી તેઓને થયેલી ગંભીર ઇજાઓના પગલે બંને ઇસમોના ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા.
જ્યારે ટેમ્પો ચાલકને ઇજા થતા તેને ૧૦૮ દ્ધારા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયો હતો. ઘટનાની જાણ થતા પાલેજ પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અકસ્માતમાં મોતને ભેટેલા બંને ઇસમોના મૃતદેહને પાલેજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પી એમ અર્થે ખસેડી આગળની વધુ તપાસ હાથ ધરી છે. સર્જાયેલા અકસ્માતમાં ટ્રકનિો પાછળ ઘૂસી ગયેલા ટેમ્પોની કેબિનનો ખુરદો બોલી જવા પામ્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY