ભરૂચ બાદ નર્મદા પોઇચા પાસે પુલીયા બનાવી ભૂમાફિયા દ્વારા નર્મદા નદીને રોકી રેતી ખનન 

0
22

એક મહિનાથી રેતી ખનન સામે તંત્ર કેમ ચૂપ છે ભૂમાફિયા સાથે અધિકારીઓની મીલીભગત : મહેશ વસાવા,ધારાસભ્ય 

રાજપીપળા : ભરૂચમાં ડાયમંડ વેપારી સવજી ધોળકિયા દ્રારા નર્મદા નદીમાં રસ્તો બનાવીને નર્મદા નદીના પવિત્ર ધારા રોકવાનો પ્રયત્ન કર્યો હતો તે બાદ ઘણો વિવાદ થયો હતો જે બાદ પણ સરકારે નર્મદા નદીની કોઈ દરકાર રાખી ન હતી અને ચાણોદ-પોઇચા ગામ વચ્ચે આવેલ નર્મદા અને ઓરસંગ તેમજ ગુપ્ત સરસ્વતીના પવિત્ર ત્રિવેણી સંગમ સ્થળે નર્મદામાં ઓછા પાણીને કારણે નદી વચ્ચે બેટ જેવી સ્થિતિ ઉતપન્ન થઇ હતી. આ પહેલા ચોમાસા દરમ્યાન ઓરસંગ નદીમાં આવેલા પુરથી ત્રિવેણી સંગમે મોટી માત્રામાં રેતી ઠલવાઇ હતી જેની ઉપર રેતી અને ભૂમાફિયાઓની નજર ઠરી હતી.જે બાદ નર્મદા નદીમાં રેતી માફિયાઓએ વિના પરવાનગીએ સરકારે લીઝ ન ફાળવી હોવા છતાં પણ ગેરકાયદેસર ખોદકામ ચાલુ કર્યું હતું.નદી વચ્ચે ઉપસી આવેલ બેટ સુધી જવા માટે બેફામ અને બે રોકટોક રેતી માફિયાઓએ નદીના પ્રવાહમાં પાઇપો મૂકીને તેના ઉપર રેતી અને ગ્રેવલ ઠાલવી નાનો પુલ બનાવ્યો હતો આ કારણે પાણી અવરોધાતા ભારે ગંદકી પણ જોવા મળી હતી. જેથી નર્મદા સ્નાને આવનારા શ્રદ્ધાળુઓને આવા ગંદા પ્રવાહમાં સ્નાન કરવાની ફરજ પડી હતી.પુલ બનાવ્યા બાદ રેતી માફિયાઓને ખુલ્લું મેદાન મળી ગયું હતું અને વગર પરવાનગીએ ગેરકાયદેસર રેતી ઉલેચી હતી.

માનવામાં આવે છે કે આવા તત્વોએ કરોડો રૂપિયાની રેતી સગેવગે કરી નાખી છે.જેના કારણે નદીમાં ઠેર ઠેર ઊંડા ખાડા પડી ગયા છે. આજે આ વાતની ફરિયાદ ડેડીયાપાડા ધારાસભ્ય અને ભારતીય ટ્રાયબલ પાર્ટી અધ્યક્ષ મહેશ વસાવા સુધી પહોંચતા જ ધારાસભ્ય પોતાના કાર્યકરો અને જિલ્લા પંચાયત કારોબારી સમિતિ અધ્યક્ષ બહાદુર વસાવાને સાથે રાખીને નર્મદા નદીના પટમાં પહોંચી ગયા હતા અને સરકાર સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. અને રેતી માફિયાઓ સામે કાર્યવાહી કરવા સરકાર પાસે માંગ કરી છે અને તેમ છતાં પણ સરકાર પગલાં નહિ ભરે તો આંદોલનની ચીમકી પણ આપી છે.ત્યારે સવાલ એ થાય છે કે જ્યારે રેતિ માફિયાઓ જ્યારે નર્મદા માતાના પટમાંથી રેતી ઉલેચી રહયા હતા અને તે પણ ગેરકાયદેસર તો પછી શા માટે તેઓને અટકાવીને પગલા ભરવામાં નથી આવ્યા…? આ ભૂમાફિયાઓ સાથે તંત્રની સાઠગાંઠ છે..? તેવા સવાલ હાલ ઉઠી રહ્યા છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY