અસામાજિક તત્વોનો આતંક : ૨૦થી ૨૫ શખ્સો વાહનોમાં તોડફોડ કરી ફરાર

0
5

સુરત,તા.૧૮
સુરતના ડીંડોલીમાં અસામાજિક તત્વોનો આતંક ફરી એકવખત સામે આવ્યો છે. ડીંડોલીમાં ૨૦થી ૨૫ જેટલા અસમાજિક તત્વોએ વાહનોમાં તોડફોડ કરીને આતંક મચાવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
આ ઘટના ડીંડોલીના નવાગામ ગાયત્રીનગર પાસે બની હતી. ૨૦થી ૨૫ લોકો વાહનોમાં બેફામ તોડફોડ કરીને ફરાર થઇ ગયા હતા. આ અંગે પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટનામાં રસ્તા પર પડેલાં વાહનોને અસામાજિક તત્વોને કોઇનો ભય ન રહ્યો હોય તેમ ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. એટલું જ નહીં, ગાડીઓના કાચ પણ તોડી નાંખવામાં આવ્યા હતા.
હાલ આ ઘટના પાછળનું કારણ જાણવા મળ્યું નથી. પરંતુ વાહનોમાં ભારે તોડફોડ કર્યા બાદ આ લોકો ફરાર થઇ ગયા હતા. જે અંગે ડીંડોલી પોલીસે તપાસ શરૂ કરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY