નવસારી,તા.૪
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂરની પરિસ્થિતિ સર્જાઇ છે ત્યારે કાંઠા વિસ્તારમાં આવેલા ગામડાઓમાં પાણી ફરીવળ્યા છે. મુક્ય માર્ગો ઉપર પણ પાણી ફરીવળ્યા છે. તો ગામો બેટમાં ફેરવાતા લોકો ફસાયા હતા. જેમને એરલિફ્ટ કે હોડીઓ વડે રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ એનડીએરએફની ટીમ લોકોના રેસ્ક્યૂ કરવા માટે કામે લાગી છે. પરંતુ જે ગ્દડ્ઢઇહ્લની ટીમ લોકોને રેસ્ક્યૂ કરવા માટે જાય છે એને જ રેસ્ક્યૂની જરૂર પડી હતી.
મળતી માહિતી પ્રમાણે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના વાંગરી ગામમાં પાંચ લોકો ફસાયા હોવાની માહિતી મળી હતી. જેના પગલે એનડીઆરએફની ટીમ ફસાયેલા લોકોને રેસ્ક્યૂ કરવા માટે પહોંચી હતી. જોકે, ફસાયેલા લોકો સહિત એનડીઆરએફની ટીમ પાણીના ધસમયતા પ્રવાહમાં ફસાયા હતા. આમ રેસ્ક્યૂ કરવા ગયેલી એનીઆરએફની ટીમને પણ રેસ્ક્યૂની જરૂર પડી હતી.
ઉલ્લેખનીય છે કે, નવસારી જિલ્લાના ભાઠા ગામ ભારે વરસાદના કારણે બેટમાં ફેરવાયું હતું. ગામ બેટમાં ફેરવાયું હોવાના કારણે ૨૯ જેટલા લોકો ફસાયા હતા. આ અંગે જાણ થતાં કોસ્ટ ગાર્ડની એક ટીમ વડોદરાથી રવાના થઇને પહોંચી હતી. જ્યારે વડોદરાથી હેલિકોપ્ટર પણ એરલિફ્ટ કરવા માટે પહોંચ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



