ભરૂચ,
ભરૂચમાં પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ અને ભરૂચ ડીએસપી સંદીપ સિંહના માર્ગદર્શન આધારે ભરૂચ જિલ્લામાં વિવિધ ગુનાઓમાં નાસતા ફરતાં આરોપીઓને પકડી પાડવાની એક ઝુબેશ હાથ ધરવામાં આવી હતી.જેમાં ભરૂચ એસ.ઓ.જીના પોલીસ ઈન્સ્પેક્ટર પી.એન.પટેલ તથા એસ.ઓ.જીના સ્ટાફના માણસોને મળેલ બાતમીના આધારે નેત્રંગ પોલીસ સ્ટેશનમાં ૩ વર્ષથી નાસતો ફરતો આરોપી સુરેશ રમેશ વસાવા(રહે નવરંગપુરા ફળિયું,નિકોરા)ની ધરપકડ કરી હતી.જયારે બીજો આરોપી દહેજ પોલીસ સ્ટેશનના ગુનામાં છેલ્લાં પાંચ વર્ષ થી નાસતો આરોપી સુરેશ વજેસંગ રાઠોડ. રહે, કોલવાણા,નવીનગરી,તાલુકો આમોદ, તારીખ ૭/૫/૧૮ ના કલાક ૪ વાગે ધરપકડ કરી દહેજ પોલીસ સ્ટેશનમાં સોંપ્યો છે અને નેત્રંગ પોલીસ સ્ટેશનના કામે નાસતો ફરતો આરોપી વિજય ગોવિંદ પટેલ, રહે,વટારીયા તા,વાલિયા ની તપાસ કરતાં તે તારીખ ૨૯/૨/૧૬ ના રોજ મરણ ગયેલ હોઈ તેના મરણનો દાખલો મેળવી લિસ્ટમાંથી કમી કરવામાં આવ્યો છે.ભરૂચ એસ.ઓ.જી દ્રારા નાસતા ફરતા આરોપીઓને પકડી લાવવાથી અન્ય નાસતા ફરતા આરોપીઓમાં ફફડાટ ફેલાઈ જાવા પામ્યો છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"