વાલિયા ખાતે કાર ચાલકે રાહદારીને અડફેટમાં લેતા તેનું સારવાર દરમિયાન મોત.

0
357

વાલિયાના કોંઢ ગામના એક રાહદારી યુવાનને એક કાર ચાલકે અડફેટમાં લેતાં ગંભીર રીતે ઘવાયેલા રાહદારીનું સારવાર દરમિયાન સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું.

કોંઢ ગામની નવી વસાહતમાં રહેતા સોમા વસાવા ગત તારીખ 10મી ડીસેમ્બરના રોજ સાંજના સમયે કોંઢ ગામના નાળાથી વટારીયા તરફ જવાના માર્ગ પરથી લાકડાનો ભારો લઈ પસાર થઇ રહ્યા હતા.દરમિયાન આગળથી પુર ઝડપે અને ગફલતભરી રીતે ધસી આવેલા કારના ચાલકે રાહદારીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમાં સોમા વસાવાને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં સારવાર બાદ તેઓનું મોત નીપજ્યું હતું.બનાવ અંગે વાલિયા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ધનંજય ઝવેરી:-9978406923

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY