ચંદા કોચર સામે FIR દાખલ કરનાર સીબીઆઈ અધિકારીની ૧૨૫૦ કિમી દૂર બદલી

0
4

કોચર પર વિડીયોકોન લોન મામલામાં અનિયમિતતાનો આરોપ છે
ન્યુ દિલ્હી,તા.૨૭
ICICI બેંકનાં પૂર્વ CEO ચંદા કોચર સામે FIR દાખલ કરનાર CBI અધિકારી સુધાંશુ મિશ્રાની બદલી કરવામાં આવી છે. સીબીઆઈએ કોચર સામે ૨૨મી જાન્યુઆરીએ કાર્યવાહી કરી હતી. બેંકિગ સિક્યોરિટી એન્ડ ફ્રોડ સેલમાં એસપી સુધાંશુ મિશ્રાને રાંચીમાં સીબીઆઈની આર્થિક ગુનાની શાખામાં મોકલાયા છે. આ ઉપરાંત તેમની જગ્યાએ વિશ્વજીત દાસને જવાબદારી સોંપવામાં આવી છે. આ પહેલા પણ દાસ કોલકત્તામાં CEOની આર્થિક ગુનાની શાખામાં SPહતા.
સીબીઆઈએ ૩,૨૫૦ કરોડ રૂપિયાની લોનનાં કેસમાં ચંદા કોચર ઉપરાંત તેમના પતિ દીપક કોચર અને વિડીયોકોન ગ્રુપનાં એમડી વેણુગોપાલ ધૂત સામે પણ FIR દાખલ કરી હતી. એજન્સીએ વિડીયોકોન કંપનીનાં મુંબઈ- ઔરંગાબાદમાં આવેલી ઓફિસો સહિત દીપક કોચરનાં ઠેકાણાંઓ પર પણ કાર્યવાહી કરી હતી.
વિડીયોકોન ગ્રુપને ICICI બેંકે ૨૦૧૨માં આપેલી લોન અને તેના ન્યૂપાવર રિન્યૂએબલ્સ સાથે લેણ-દેણનાં મામલામાં સીબીઆઈએ કાર્યવાહી કરી હતી. ન્યૂપાવર દીપક કોચરની કંપની છે.
આભાર – નિહારીકા રવિયા

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY