ન્યુ દિલ્હી,તા.૪
નાગરિકતા સંશોધન બિલને લઇને ફરી એક વાર સમગ્ર દેશમાં માહોલ ગરમાયો છે. આ વચ્ચે ભાજપ નેતા અને ગોરખપુરથી સાંસદ રવિ કિશનના નિવેદનથી વિવાદ સર્જાયો છે.
રવિ કિશને કહ્યું કે, અહીં ૧૦૦ કરોડ હિન્દુ વસ્તી છે, તેવામાં ભારત એક હિન્દુ રાષ્ટ્ર છે. તેમણે વધુમાં કહ્યું કે અહીં અનેક મુસ્લિમ દેશ અને ઇસાઇ દેશ છે, તેવામાં આ અદભૂત છે કે ભારત જેવા દેશમાં હિન્દુ સભ્યતા અને સંસ્કૃતિ જીવિત છે.
રવિ કિશને સંસદ બહાર પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે, અહીં ૧૦૦ કરોડ હિન્દુ વસ્તી છે, તો હિન્દુસ્તાન પોતાનામાં જ હિન્દુ રાષ્ટ્ર છે. તેમણે વધુમાં કહ્યું કે જ્યારે એટલા બધા મુસ્લિમ દેશ છે, જ્યારે એટલા બધા ઇસાઇ દેશ છે તો આ અદભૂત છે કે આપણા લોકોનું અસ્તિત્વ, આપણા લોકોની ઓળખ અને સંસ્કૃતિ જીવિત છે અને તેને જીવિત રાખવા માટે એક માટીનું છે જેનું નામ ભારત છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


